For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો આરોપ: ઈવીએમનું કોઈ પણ બટન દબાવો વોટ જઈ રહ્યો છે ભાજપને

કર્ણાટકમાં આજે સાંજે 6 વાગ્યા સુધી 222 સીટો માટે ચૂંટણી સંપન્ન થઈ જશે. કેટલીક જગ્યાએ ઈવીએમમાં કોઈ પણ બટન દબાવતા વોટ ભાજપને જ મળે છે તેમ કહેવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં આજે સાંજે 6 વાગ્યા સુધી 222 સીટો માટે ચૂંટણી સંપન્ન થઈ જશે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર મશીનો ખરાબ છે. વળી, કેટલીક જગ્યાએ ઈવીએમમાં કોઈ પણ બટન દબાવતા વોટ ભાજપને જ મળે છે તેમ કહેવામાં આવી રહ્યુ છે. કર્ણાટક કોંગ્રેસના પ્રવકતા બ્રિજેશ કલપ્પાએ આરોપ લગાવ્યો કે બેંગલુરુમાં ઘણા પોલિંગ બુથ પર ઈવીએમ ટેમ્પરિંગ થઈ રહી છે. મશીનમાં કોઈ પણ બટન દબાવતા વોટ કમળને જ મળી રહ્યો છે.

evm

શનિવારે બપોરે પ્રવકતા બ્રિજેશ કલપ્પાએ આરોપ લગાવ્યો કે તેમના માતાપિતાના એપાર્ટમેન્ટની સામેવાળા આરએમવી સેકન્ડ સ્ટેજ બેંગલુરુમાં 5 બોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. આમાં બીજી પોલિંગ બુથમાં ઈવીએમ મશીનમાં કોઈ પણ બટન દબાવતા વોટ ભાજપને જ મળે છે. નારાજ મતદાતા વોટ આપ્યા વગર જ પાછા આવી ગયા. બીજા ટ્વિટમાં કલપ્પાએ કહ્યુ કે અમને રાજ્યભરમાં રામાનગર ચમારપેટ અને હેબલલમાંથી ત્રણ ફરિયાદો મળી છે જ્યાં ઈવીએમ હેક કે ખરાબ થવાની વાત કહેવામાં આવી છે. અમે આ ફરિયાદોને ચૂંટણી આયોગ સામે લઈ જઈશુ.

ચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ પત્ની ચેનમ્મા સાથે હાસન જિલ્લાના પદુવલાહિપ્પેમાં પોતાનો વોટ આપ્યો. રાજ્ય ચૂંટણી આઈકન ક્રિકેટર રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, ફિલ્મ અભિનેતાઓ રમેશ અરવિંદ, રવિચંદ્રન અને મૈસૂર શાહી પરિવારના સભ્યોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

English summary
congress leader alleges evm only registering votes to bjp at this bengaluru booth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X