ઉત્તરાખંડ સુધી રાજીનામાની આંચ, રાહુલ બાદ હરીશ રાવતે છોડ્યુ પદ
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પાર્ટી પ્રેસિડન્ટ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસમાં મોટા સ્તરના નેતાઓના સતત રાજીનામા થઈ રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે અસમના પ્રભારી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ મહાસચિવ પદેશી રાજીનામુ આપી દીધુ છે. વળી, જૂનના અંતમાં ઘણા કોંગ્રેસી નેતાઓએ હારની જવાબદારી લઈને પોત પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા હતા. ત્યારબાદ પાર્ટીની અંદર રાજીનામાની વણઝાર લાગી ગઈ હતી.
ગુરુવારે હરીશ રાવતે હાલમાં જ થયેલ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી ભારે હારની જવાબદારી લઈને રાજીનામુ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ હરીશ રાવતને અસમના પ્રભારી બનાવ્યા હતા. આ ચૂંટણીમાં પાર્ટીનું અસમમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યુ. હરીશ રાવતે ફેસબુક પર પોસ્ટ લખીને હારની જવાબદારી લીધી છે. તેમણે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર તેમજ સંગઠનાત્મક નબળાઈ માટે આપણે પદાધિકારી ગણ જવાબદાર છે.
હરીશ રાવતે લખ્યુ કે, અસમમાં પાર્ટી દ્વારા અપેક્ષિત સ્તરનું પ્રદર્શન ન કરી શકવા માટે પ્રભારી રૂપે હું જવાબદાર છુ. હું મારી નબળાઈને સ્વીકારીને પોતાના મહામંત્રીના પદેથી પહેલા જ ત્યાગપત્ર આપી દીધુ છે. પાર્ટી માટે સમર્પિત ભાવથી કામ કરવા માટે મારી સ્થિતિના લોકો માટે પદ જરૂરી નથી પરંતુ પ્રેરણા આપનાર નેતા જરૂરી છે.
હરીશ રાવતે લખ્યુ કે પ્રેરણા આપવાની ક્ષમતા માત્ર રાહુલ ગાંધીમાં છે, તેમના હાથમાં કમાન રહે તો સંભવ છે કે આપણે 2022માં રાજ્યોમાં થઈ રહેલ ચૂંટણીમાં વર્તમાન સ્થિતિને બદલી શકીએ છીએ. 2024માં ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવી શકીએ છીએ. એટલા માટે લોકતાંત્રિક શક્તિઓ તેમજ બધા કોંગ્રેસજન શ્રી રાહુલજીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર જોવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ જગન્નાથ રથયાત્રા 2019: શું છે રથયાત્રાનો અર્થ, કેમ થાય છે તે દર વર્ષે આયોજિત?