For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ ચૂંટણીઃ મતદાન બાદ કમલનાથે બતાવ્યો હાથનો 'પંજો', શું વધશે મુશ્કેલી?

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ છિંદવાડામાં મતદાન બાદ જ્યારે પોલિંગ બુથમાંથી બહાર નીકળી રહ્યા હતા તો તેમણે પોતાના હાથનો ‘પંજો’ બતાવ્યો.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. રાજ્યની 230 વિધાનસભા સીટો પર એકસાથે થઈ રહેલી ચૂંટણીમાં જનતા ઉત્સાહથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. સામાન્ય જનતા સાથે પ્રદેશના રાજકીય દિગ્ગજોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ પણ શામેલ છે. તેમણે છિંદવાડામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જો કે મતદાન બાદ જ્યારે તે પોલિંગ બુથમાંથી બહાર નીકળ્યા તો તેમણે કંઈક એવુ કર્યુ જેનાથી એ માનવામાં આવી રહ્યુ છે કે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. જાણો શું છે સમગ્ર મામલો...

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: 759 ઉમેદવારો સામે ગુનાહિત કેસ, સૌથી વધુ ભાજપમાંઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: 759 ઉમેદવારો સામે ગુનાહિત કેસ, સૌથી વધુ ભાજપમાં

છિંદવાડામાં મતદાન બાદ બતાવ્યો હાથનો ‘પંજો'

છિંદવાડામાં મતદાન બાદ બતાવ્યો હાથનો ‘પંજો'

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ છિંદવાડામાં મતદાન બાદ જ્યારે પોલિંગ બુથમાંથી બહાર નીકળી રહ્યા હતા તો તેમણે પોતાના હાથનો ‘પંજો' બતાવ્યો. હાથનો પંજો કોંગ્રેસ પક્ષનું ચૂંટણી ચિન્હ છે. મતદાન બાદ પોતાના પક્ષનું ચૂંટણી ચિન્હ બતાવ્યા બાદ માનવામાં આવી રહ્યુ છે કે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. એટલા માટે કારણકે મતદાન બાદ આ પ્રકારના ચૂંટણી ચિહ્ન બતાવવા જન પ્રતિનિધિ કાયદાની કલમ 126નું ઉલ્લંઘન માનવામાં આવે છે.

મતદાન પહેલા હનુમાન મંદિર પહોંચીને કરી પૂજા-અર્ચના

મધ્ય પ્રદેશમાં 15 વર્ષોથી સત્તામાં કમબેક કરવાની કોશિશ કરી રહેલ કોંગ્રેસે આ ચૂંટણાં પૂરી તાકાત લગાવી દીધી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાક કમલનાથે પણ આ ચૂંટણીમાં ખૂબ પ્રચાર કર્યો. બુધવારે મતદાન પહેલા તેમણે પોતાના સંસદીય ક્ષેત્ર છિંદવાડાના હનુમાન મંદિર પહોંચીને સવારે પૂજા-અર્ચના કરી. કમલનાથે છિંદવાડાના પોલિંગ બુથ પર પોતાનો મત આપ્યો અને આશા વ્યક્ત કરી કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો 15 વર્ષોનો દુષ્કાળ ખતમ થઈ જશે અને સત્તામાં કમબેક થશે. તેમણે કહ્યુ કે તેમને મધ્ય પ્રદેશની જનતા પર પૂરો ભરોસો છે.

હાથનો ‘પંજો' બતાવવા પર શું બોલ્યા કમલનાથ

મતદાન બાદ હાથનો ‘પંજો' બતાવવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કહ્યુ કે મે પહેલા જ મારો મત આપી દીધો હતો. જ્યારે મીડિયા સાથે જોડાયેલા લોકોએ મને પૂછ્યુ કે મે કોના માટે મતદાન કર્યુ છે, તે વખતે મે મારી હથેળી બતાવી. હું બીજુ શું કરી શકતો હતો? શું કમળ બતાવતો?

સમગ્ર મામલે શું બોલ્યા ભાજપ નેતા

સમગ્ર મામલે શું બોલ્યા ભાજપ નેતા

બીજી તરફ કમલનાથનો હાથનો ‘પંજો' બતાવતો ફોટો સામે આવ્યા બાદ ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે તેમનો પક્ષ આ મામલાને જોશે. ભાજપ સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણે કહ્યુ કે નિશ્ચિત રીતે આ મામલે ફરિયાદ દાખલ થવી જોઈએ. ચૂંટણી કમિશને આ મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ. લોકતંત્રમાં આવુ ન થવુ જોઈએ.

આ પણ વાંચોઃ Pics: લગ્ન પહેલા ગૃહશાંતિ પૂજામાં રાજકુમારી જેવી લાગી રહી છે ઈશા અંબાણીઆ પણ વાંચોઃ Pics: લગ્ન પહેલા ગૃહશાંતિ પૂજામાં રાજકુમારી જેવી લાગી રહી છે ઈશા અંબાણી

English summary
Congress leader Kamal Nath shows party symbol after casting his vote in Chhindwara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X