• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તો શું પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ પૂરી થઈ ગઈ?

|

આખરે સિદ્ધુએ રાજીનામુ આપી દીધું. ઠોકો... ઠોક ઠોક કરીને જનતાનું મનોરંજન કરનાર સિદ્ધુ પહેલા ક્રિકેટના મેદાનમાં ફોર સિક્સ પટકારતા હતા. પછી રાજકારણની પીચ પર મહાવરા, શેર શાયરી સાથે ભાજપ તરફથી ફટકાબાજી કરી. આ સાથે જ ટીવી પર મનોરંજન ચેનલ પર તેમનું ઠોકો અને દે તાલી ચાલતું રહ્યું. હવે જ્યારે ભાજપમાં સિદ્ધુને મનગમતી પોઝિશન ન મળી તો તે કોંગ્રેસમાં જોડાઈ ગયા. અને કોંગ્રેસ તરફથી પંજાબની પીચ પર રમવા લાગ્યા. પરંતુ પંજાબમાં કોંગ્રેસની ટીમના કેપ્ટન હતા અમરિંદર સિંહ. કેપ્ટને હાઈકમાન્ડના દબાણમાં સિદ્ધુને ટીમમાં સામેલ કર્યા પરંતુ મનમાની ન કરવા દીધી. આખરે સિદ્ધુએ રાજીનામુ આપી દીધું. આ રાજીનામું સીએમ અમરિંદર સિંહને મળી ગયું પરંતુ આખરી નિર્ણય હજી પાકી છે. અમરિંદર સિંહ ઉતાવળ નથી કરી રહ્યા, પરંતુ તેમણે સિદ્ધુને મેસેજ આપી દીધો છે કે કે પક્ષમાં શિસ્ત જરૂરી છે. મનમાની નહીં ચાલે. સવાલ એ છે કે સિદ્ધુ હવે શું કરશે?

સિતમ કરતે હે વો, ખુદા જાને ખતા ક્યા હૈ....

સિતમ કરતે હે વો, ખુદા જાને ખતા ક્યા હૈ....

હાલ તો લાગી રહ્યું છે કે પંજાબની રાજકીય પીચ પર આક્રમક બેટિંગ કરી રહેલા સિદ્ધુ હિટવિકેટ થઇ ચૂક્યા છે. જો કે તે આઉટ છે કે નહીં તેનો નિર્ણય થર્ડ અમ્પાયર એટલે કે હાઈમાન્ડ કરશે. આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પર બરાબર કામ ન કરતા હોવાનો આરોપ લગાવી તેમના ખાતા બદલી નાખ્યા હતા. પરંતુ સિદ્ધુએ વીજળી વિભાગની જવાબાદી ન સંભાળી અને 1- જૂને કોંગરેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું. સિદ્ધુએ આ વાતનો ખુલાસો એક મહિના બાદ ત્યારે કર્યો જ્યારે રાહુલ ગાંધીએ પણ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી ચૂક્યા હતા. સિદ્ધુ પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં મંત્રી છે, પરંતુ તેઓ રાજીનામુ આપી ચૂક્યા છે. જો કે રાહુલ ગાંધી હવે અધ્યક્ષ નથી. આ મામલે મજાક બન્યા બાદ સિદ્ધુ હવે રાજીનામુ અમરિંદર સિંહને મોકલ્યું છે. અમરિંદર સિંહ, સિદ્ધુને શિસ્તવિહોણાં ગણાવી રહ્યા છે. અને સિદ્ધુને લાગે છે કે તેમને પરેશાન કરાઈ રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે,'સિતમ કરતે હૈ વો ખુદા જાને ખતા ક્યા હૈ' બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અધ્યક્ષ સોધી રહ્યા છે. ત્યારે લાગે છે કે નવા અધ્યક્ષ જ સિદ્ધુ અને કેપ્ટનનો ઝઘડો ઉકેલી શક્શે.

રાજકીય મહત્વાકાંક્ષા

રાજકીય મહત્વાકાંક્ષા

કોંગ્રેસમાં સામેલ થયા ત્યારથી જ સિદ્ધુ અને અમરિંદર સિંહના સંબંધો સારા નહોતા. સિદ્ધુ જેટલા મહત્વા કાંક્ષી છે, કેપ્ટન તેને એટલા જ પંજાબના રાજકારણથી દૂર રાખવા માગતા હતા. એટલે સુધી કે તે સિદ્ધુને મંત્રીમંડળમાં રાખવા નહોતા ઈચ્છતા, પરંતુ તે સમયે સિદ્ધુ પર હાઈકમાન્ડ મહેરબાન હતા એટલે તેમની દરેક વાત માનવામાં આવી. તેનાથી સિદ્ધુની મહત્વાકાંક્ષા અને અમરિંદરની નારાજગી વધતી હતી. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં તો ક્યારેક કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં પાકિસ્તાન જવાના સિદ્ધુના નિર્ણય પર અમરિંદર નારાજ હતા. તો પત્નીને પસંદગીની બેઠક પર ચૂંટણી લડાવવા તો ક્યારેક ગમતો વિભાગ ન મળવાને લઈ સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે ટક્કરના અહેવાલ આવતા હતા. પરંતુ સૌથી મોટું કારણ હતું સિદ્ધુની મહત્વાકાંક્ષા. સિદ્ધુનું રાજીનામું તેનું જ પરિણામ છે.

રાજકારણ શેર શાયરીથી નહીં તાકાતથી ચાલે છે.

રાજકારણ શેર શાયરીથી નહીં તાકાતથી ચાલે છે.

સિદ્ધુ ભાજપ તરફથી 10 વર્ષ સાંસદ રહ્યા. કોંગ્રેસમાં સામેલ થઈને વિધાનસભા જીતીને મંત્રી પણ બન્યા. પરંતુ જે રીતે કેપ્ટન અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચે તલવારો ખેંચાઈ ત્યારથી જ નક્કી હતું કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. પંજાબમાં 2014ની લોકસબા ચૂંટમીમાં કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી હતી. પરંતુ ત્રણ વર્ષ બાદ જ 17ની વિધાનસભામાં કોંગ્રેસે 2 તૃતિયાંશ બહુમતી મેળવી. અને સત્તા રટ શિરોમણી અકાલી દળ તેમજ ભાજપ ગઠબંધનને હરાવીને 10 વર્ષ બાદ સત્તામાં કમબેક કર્યું. કોંગ્રેસ છેલ્લા બે વર્ષમાં ગુરદાસપુર લોકસબા અને શાહકોટ વિધાનસભાની પેટાચૂંટણી, નગરપાકિલા, પંચાય ચૂંટણીમાં મોટા અંતરથી જીત મેળવી. સિદ્ધુને હિન્દી બોલવામાં અને પ્રચાર કરવામાં મહારત છે, એટલે 2019ની લોકસબા ચૂંટણીમાં સિદ્ધુનો ઉપયોગ પંજાબમાં સ્ટાર પ્રચારક તરીકે થયો. ચૂંટમી પ્રચાર દરમિયાન સિદ્ધુએ ભાજપ પર જબરજસ્ત પ્રહાર કર્યા. પરંતુ પંજાબ લોકસબા ચૂંટણીની કમાન અમરિંદરસિંહના હાથમાં જ રહી. 13 લોકસભા સીટ ધરાવતા પંજાબમાં જ્યારે પરિણામ આવ્યા તો 8 બેઠક જીતને કેપ્ટને અહેસાસ કરાવી દીધો કે કદ અને પ્રભાવમાં તે સિદ્ધુ કરતા આગળ છે, રાજકારણ મહાવરાથી નહીં તાકાતથી ચાલે છે.

તો શું પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ સમાપ્ત?

તો શું પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ સમાપ્ત?

તો શું આ ઘટનાને પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ પુરી થવાનો સંકેત માની લેવામાં આવે ? એવું લાગતું તો નથી. તેના ઘણા કારણ છે. હાલ કેપ્ટન અમરિંદરસિંહ પંજાબ અને પંજાબ કોંગ્રેસ પર પકડ ધરાવે ચે. એટલે સુધી કે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે તેમને પોટેન્સિયલ કેન્ડિડેટ મનાઈ રહ્યા છે. પરંતુ તેમના નામ પર સહમતી નથી સધાઈ. હાલ તો રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી ચૂક્યા છે. પરંતુ હાઈકમાન્ડ એવું નથી ઈચ્છા કે અમરિંદર સિંહ એટલા મોટા થઈ જાય કે પ્રિયંકા અને રાહુલને પડકાર આપે. એટલે હજી ગેમ પૂરી નથી થઈ. બોલ હવે પટિયાલા નરેશ અને પંજાબના સીએમ અમરિંદર સિંહની કોર્ટમાં છે. પરંતુ સિદ્ધુની રાજકીય ઈનિંગ હજી પૂરી નથી થઈ.

English summary
congress leader navjot singh sidhu future in politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X