મહારાષ્ટ્રઃ કોંગ્રેસ નેતા બોલ્યા, ભાજપે કાલે અમારા બે ધારાસભ્યને 25 કરોડની ઑફર આપી
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર હૉર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા નિતિન રાઉતે કહ્યુ કે ભાજપ સતત કોંગ્રેસ ધારાસભ્યોને પૈસાની લાલચ આપીને તોડવાની કોશિશ કરી રહી છે. કાલે જ અમારા બે ધારાસભ્યોને ભાજપે 25 કરોડની ઑફર આપી છે. આ પહેલા પણ આ કોશિશ કરવામાં આવી ચૂકી છે. જે રીતે ભાજપે પૈસા અને બાહુબળની તાકાત કર્ણાટકમાં ઉપયોગ કરી તેવી જ રીતે મહારાષ્ટ્રમાં અપનાવવામાં આવી રહી છે. અમે અમારા તરફથી પૂરી કોશિશ કરી રહ્યા છે કે હૉર્સ ટ્રેડિંગને રોકી શકાય.

કોઈ રિસોર્ટમાં નહિ લઈ જાય ધારાસભ્યોનેઃ કોંગ્રેસ
નિતિન રાઉતે ભાજપ પર પાર્ટી ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્યોને કોઈ રિસોર્ટ કે હોટલમાં લઈ જવાની ચર્ચાઓને મહારાષ્ટ્ર વિધાનસભામા વિરોધ પક્ષના નેતા વિજય વાદેત્તિવારે નકારી દીધી છે. વિજય વાદેત્તિવારે કહ્યુ છે કે અમે પોતાના ધારાસભ્યોને ક્યાંય નથી લઈ જઈ રહ્યા, બધા પોતાના ઘરોમાં છે. જો કોઈ ધારાસભ્ય ક્યાંય જઈ રહ્યા છે તો તે અંગત રીતે જઈ રહ્યા છે નહિ કે પાર્ટીનો કોઈ આદેશથી.

કોંગ્રેસના બધા ધારાસભ્ય એકજૂટઃ હુસેન દલવઈ
વળી, કોંગ્રેસ નેતા હુસેન દલવઈએ પાર્ટીના બધા ધારાસભ્યો એકજૂટ હોવાની વાત કહી છે. તેમણે કહ્યુ, અમારી પાર્ટીનો એક પણ સભ્ય ક્યાંય નહિ જાય. જે હાઈકમાન્ડનો આદેશ હશે તેને બધા માનશે. અમે ભાજપ સરકાર નહિ બનવા દઈએ. અમારુ ગઠબંધનના સાથી એનસીપી પણ અમારી સાથે છે. અમે મહારાષ્ટ્રને બચાવવા માટે જનતાએ મત આપ્યા છે અને અમે એ કામ કરીશુ.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર સરકાર રચનાઃ શિવસેના ન માની તો એનસીપીનો કરી શકે છે સંપર્કઃ વરિષ્ઠ ભાજપ નેતા

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે દાવપેચ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને કોંગ્રેસ ત્રણે દળ સીધી કે બિનજાહેર રીતે એ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ તેમના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે. શિવસેનાએ તો પોતાના ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટલ રંગશારદામાં શિફ્ટ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં કોઈ એક દળને બહુમત ન મળ્યા બાદ સરકાર બનાવવા માટે સતત ખેંચતાણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 વિધાનસભાસીટો પર થયેલી ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે આવ્યા છે. ભાજપના 105 અને શિવસેનાના 56 ધારાસભ્યો જીત્યા છે. કોંગ્રેસના 44 અને એનસીપીની 54 ધારાસભ્યો જીત્યા છે. બહુમત માટે અહીં 145 સીટોની જરૂર છે. એવામાં સ્પષ્ટ છે કે કોઈ એક પાર્ટી પોતાના દમ પર સરકાર નથી બનાવી શકતી. ભાજપ-શિવસેના મળીને ચૂંટણી લડી છે અને બંને દળોની સીટો પણ બહુમતના આંકડાથી વદુ છે પરંતુ પરિણામ આવ્યા બાદથી શિવસેના અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર અડેલી છે. વળી, ભાજપ આના માટે તૈયાર નથી. આના માટે નવી સરકારનો રસ્તો બની શકતો નથી.