For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IAS શાહ ફેઝલના રાજીનામા પર બોલ્યા ચિદમ્બરમઃ સરકાર માટે કલંક છે આ નિર્ણય

જમ્મુ કાશ્મીરના પહેલા આઈએએસ ઓફિસર શાહ ફેઝલના રાજીનામા બાદ દેશના રાજકારણમાં એક નવો ભૂકંપ આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પહેલા આઈએએસ ઓફિસર શાહ ફેઝલના રાજીનામા બાદ દેશના રાજકારણમાં એક નવો ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી રહેલા પી ચિદમ્બરમે હવે ફેઝલના રાજીનામા બાદ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. ચિદમ્બરમે કહ્યુ કે ફેઝલના રાજીનામા બાદ દુનિયા તેમના આક્રોશ, પીડા અને પડકારનો યાદ રાખશે. ચિદમ્બરમે ગુરુવારે એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા અને તેમણે ફેઝલના રાજીનામાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર માટે એક કલંક તરીકે ગણાવ્યુ છે. ફેઝલ કાશ્મીરના પહેલા આઈએએસ હતા અને તેમણે પરીક્ષામાં ટૉપ કર્યુ હતુ.

faisal shah

ચિદમ્બરમે ટ્વીટમાં લખ્યુ, 'જો કે આ ખૂબ જ દુખદ છે પરંતુ હું શાહ ફેઝલને સેલ્યુટ કરુ છુ. તેમના નિવેદનનો દરેક શબ્દ સાચો છે અને આ ભાજપ સરકાર માટે એક કલંકની જેમ છે. દુનિયા તેમના આક્રોશ, પીડા અને પડકારને યાદ રાખશે.' ફેઝલે બુધવારે પોતાના નિર્ણયનું એલાન કર્યુ. તેમણે રાજીનામાનું કારણ કાશ્મીરમાં નિરંતર થઈ રહેલી હત્યાઓને ગણાવ્યુ છે. ફેઝલનું કહેવુ છે કે કેન્દ્ર સરકારની કાશ્મીરની જનતા સુધી પહોંચવાની કોશિશો બિલકુલ પણ ગંભીર નથી અને ભારતીય મુસલમાનો સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહી.

ચિદમ્બરમે કહ્યુ કે હજુ વધુ સમય નથી થયો જ્યારે પંજાબના પૂર્વ ડીજીપી જૂલિયો રિબેરોએ પણ ફેઝલની જેમ જ નિવેદન આપ્યુ હતુ. રિબેરોના નિવેદન બાદ સરકાર તરફથી એક પણ શબ્દ કહેવામાં આવ્યો નહોતો. ચિદમ્બરની માનીએ તો નાગરિકો તરફથી આવતા આવા નિવેદનો માથુ ઝૂકાવવા મજબૂર કરી દે છે. રિબેરો મુંબઈ પોલિસના કમિશ્નર પણ રહી ચૂક્યા હતા. તેમણે કહ્યુ હતુ, 'દેશને સંપૂર્ણ વિકાસ જોઈએ છે માત્ર એક વર્ગમાં થતા વિકાસની જરૂર નથી.' રિબેરોએ એ પણ કહ્યુ હતુ કે તેઓ પોતાના દેશમાં એક અજનબીની જેમ અનુભવતા અને દરેક પળ તેમને ખતરો અનુભવાય છે. આ પહેલા પણ તેમને ક્યારેય એવુ નહોતુ અનુભવાયુ કે તેઓ એક બીજા ધર્મમાંથી આવે છે.

આ પણ વાંચોઃ આઠમાં સુધી હિંદી ભાષા અનિવાર્ય થવાના સમાચારોનું પ્રકાશ જાવડેકરે કર્યુ ખંડનઆ પણ વાંચોઃ આઠમાં સુધી હિંદી ભાષા અનિવાર્ય થવાના સમાચારોનું પ્રકાશ જાવડેકરે કર્યુ ખંડન

English summary
Congress leader P Chidambaram took a dig at BJP govt after Jammu Kashmir IAS officer Shah Faesal resignation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X