For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદ

કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ રણનીતિઓ ઝડપી કરી દીધી છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ચૂંટણી માટે ખાસ પ્લાનિંગમાં વ્યસ્ત છે. કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસની પાર્ટી વર્તમાન સ્થિતિને જોતા તેના એકલા સત્તામાં આવવુ મુશ્કેલ દેખાઈ રહ્યુ છે. જો કે આ વિપક્ષી ગઠબંધન 'કોંગ્રેસની કિંમતે' ન બનવુ જોઈએ. ખુર્શીદે આગળ કહ્યુ કે સહયોગી પક્ષોને 2019 માં ભાજપને હરાવવા માટે બલિદાન અને સમજૂતીઓ માટે તૈયાર રહેવુ જોઈએ.

આ પણ વાંચોઃ 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'આ પણ વાંચોઃ 'ભાજપના ઈશારે થઈ રહી છે હડતાળ, પેટ્રોલ પંપ માલિકોને આપી છે ધમકી'

‘સરકાર બદલવા માટે ગઠબંધનની જરૂર છે'

‘સરકાર બદલવા માટે ગઠબંધનની જરૂર છે'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કહ્યુ કે અમારા બધા નેતાઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે દેશની સરકાર બદલવા માટે ગઠબંધનની જરૂર છે. ભાજપને જવુ પડશે. તેમણે આગળ કહ્યુ કે ભલે ગઠબંધન માટે કોઈ પણ ત્યાગ, સમજૂતી અને વાતચીતની જરૂર હોય, કોંગ્રેસ તેમ કરવા માટે તૈયાર છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે સારુ એ જ રહેશે કે બીજા વિપક્ષી દળોનું પણ આવુ જ વલણ હોય. જે પણ ગઠબંધન બને તે કોંગ્રેસને રોકવા માટે ન હોવુ જોઈએ. આ ગઠબંધન ભાજપને સત્તા પરથી હટાવવા માટે હોવુ જોઈએ અને અમે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદનું મોટુ નિવેદન

પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદનું મોટુ નિવેદન

સલમાન ખુર્શીદને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું કોંગ્રેસ પક્ષ એકલા જ પોતાના દમ પર સત્તામાં આવી શકે છે તો પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે નિશ્ચિત રીતે આજે આ ઘણુ મુશ્કેલ છે. જો અમારે એકલાએ બહુમત મેળવવો હોય તો અમારે પૂરા પાંચ વર્ષ કામ કરવાનું રહેશે કારણકે ત્રણ વર્ષ સુધી ગઠબંધનની રણનીતિ પર કામ કર્યા બાદ અચાનક એ ન કહી શકાય કે અમે પોતાના દમ પર ચૂંટણી લડીશુ. આજની સ્થિતિમાં અમે ગઠબંધનની રણનીતિ પર ચાલી રહ્યા છે એટલા માટે દરે સંભવ જરૂરી પગલાં લઈશુ.

ગઠબંધન અંગે સલમાન ખુર્શીદે કરી મહત્વની ટીપ્પણી

ગઠબંધન અંગે સલમાન ખુર્શીદે કરી મહત્વની ટીપ્પણી

સલમાન ખુર્શીદે આગળ કહ્યુ કે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેને સમગ્ર દેશમાં સીટો મળે છે અને અન્ય વિપક્ષી પાર્ટીઓને અમુક નક્કી રાજ્યોમાં જ સીટો મળે છે. આ વ્યાવહારિક વાસ્તવિકતા છે જેની સાથે બધા નેતાઓને ખુલ્લા દિમાગથી નિપટવુ પડે છે. ખુર્શીદે કહ્યુ કે બનનાર ગઠબંધનનો હેતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને હરાવવાનો છે. જો ગઠબંધનમાં શામેલ થનારી પાર્ટીઓ આ હેતુને ભૂલી જશે તો નિશ્ચિત રીતે તે નહિ બની શકે અને દરેક પાર્ટી અને દેશનું નુકશાન થશે.

સપા-બસપા અંગે કહી મોટી વાત

સપા-બસપા અંગે કહી મોટી વાત

સલમાન ખુર્શીદનું નિવેદન એ સમયમાં આવ્યુ છે જ્યારે વિપક્ષ 2019 ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની રણનીતિ બનાવવામાં લાગેલુ છે. જો કે 2019 થી પહેલા જે રીતે બસપા અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધન નહિ કરીને અલગ રસ્તો પકડ્યો તેનાથી ગઠબંધન અંગે સવાલ ઉભા થયા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ મધ્યપ્રદેશમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બસપા અને સપા સાથે કોંગ્રેસના ગઠબંધનની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. જો કે આના પર સંમતિ થઈ નહિ. ખુર્શીદને આશા છે કે લોકસભા ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ફરીથી કોંગ્રેસ સાથે આવશે. વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં સ્થિતિઓ અલગ અલગ હોય છે.

‘રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ નહિ કરે પાર્ટી'

‘રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ નહિ કરે પાર્ટી'

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના વધુ એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે પણ લોકસભા ચૂંટણી અંગે મોટુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે પાર્ટી રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ નહિ કરે. આ સાથે ચિદમ્બરમે એ પણ સ્પષ્ટ કર્યુ કે રાહુલ જ નહિ કોંગ્રેસ કોઈ અન્ય નેતાની પણ દાવેદારીની ઘોષણા નહિ કરે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે Me Too મામલે તત્કાળ સુનાવણીનો કર્યો ઈનકારઆ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે Me Too મામલે તત્કાળ સુનાવણીનો કર્યો ઈનકાર

English summary
Congress Leader Salman Khurshid says Difficult for Congress to come to power on its own in 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X