For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપી ફરી જીતી તો દેશ હિન્દૂ પાકિસ્તાન બની જશે: શશી થરૂર

કોંગ્રેસ નેતા શશી થરૂરે બુધવારે બીજેપી પર નિશાનો સાધતા કહ્યું કે જો વર્ષ 2019 ઇલેક્શનમાં બીજેપી ફરી સત્તામાં આવી તો ભારતનું સંવિધાન સંકટમાં આવી જશે. ભારત હિન્દૂ પાકિસ્તાન બની જશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા શશી થરૂરે બુધવારે બીજેપી પર નિશાનો સાધતા કહ્યું કે જો વર્ષ 2019 ઇલેક્શનમાં બીજેપી ફરી સત્તામાં આવી તો ભારતનું સંવિધાન સંકટમાં આવી જશે. ભારત હિન્દૂ પાકિસ્તાન બની જશે. કોંગ્રેસ નેતા શશી થરૂરના આવા નિવેદન પર બીજેપી તરફથી હુમલો કરવામાં આવ્યો છે. બીજેપી રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે શશી થરૂરના આવા નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.

ભારતનું સંવિધાન સંકટમાં

ભારતનું સંવિધાન સંકટમાં

કેરળના તિરૂવનંતપુરમ કાર્યક્રમમાં સંબોધન કરતા કોંગ્રેસ સાંસદ શશી થરૂર ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો વર્ષ 2019 લોકસભા ઇલેક્શનમાં બીજેપી જીતશે તો ભારતનું સંવિધાન સંકટમાં આવી જશે. જે નવું સંવિધાન આવશે તેમાં હિન્દૂ રાષ્ટ્રના પ્રિન્સિપાલ હશે જે અલ્પસંખ્યકો માટે સમાનતાના ભાવ હટાવી દેશે અને હિન્દૂ પાકિસ્તાન બનાવશે. આટલા માટે મહાત્મા ગાંધી, નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાન અને બીજા લોકોએ આઝાદીની લડાઈ નહીં લડી હતી.

કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનને જન્મ આપ્યો

કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનને જન્મ આપ્યો

સંબિત પાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના માટે માફી મંગાવી જોઈએ. આ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનને જન્મ આપ્યો છે. પાકિસ્તાન આજે ટેરિસ્તાન છે જેની ભારત સાથે તુલના નહીં કરી શકાય. તેમને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ વારંવાર ભારતને નીચે પાડવાની કોશિશ કરી છે. તેની સાથે સાથે હિંદુઓને ગાળો આપવાનું પણ કામ કર્યું છે. હવે તેમના નેતા શશી થરૂરે હિંદુઓને ગાળ આપી છે.

બીજેપી પર હુમલો

બીજેપી પર હુમલો

આ પહેલીવાર નથી જયારે કોંગ્રેસ નેતા શશી થરૂરે બીજેપી પર હુમલો કર્યો હોય. આ પહેલા જાન્યુઆરી મહિનામાં શશી થરૂર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોદી દેશના સંવિધાનને પવિત્ર કહે છે, પરંતુ તેઓ હિંદુત્વના પુરોધા પંડિત દીન દયાળ ઉપાધ્યાયને એક નાયક તરીકે સંબોધે છે. એક જ સમયમાં ઉપાધ્યાય અને સંવિધાનના વખાણ નહીં કરી શકાય.

English summary
Congress leader Shashi Tharoor says If BJP wins again, India will become Hindu Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X