''કોંગ્રેસના ઘણા નેતાઓ મોદી ફોબિયાથી પીડાય છે''
નવી દિલ્હી, 2 જુલાઇ : નરેન્દ્ર મોદીને વિઘટનકારી નેતા ગણાવવા બદલ ભાજપાએ નાણામંત્રી પી ચિદમ્બરમને આડા હાથે લીધા છે. ભાજપા પ્રવક્તા મીનાક્ષી લેખીએ આની પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું છે કે કોંગ્રેસના ઘણા નેતા મોદી ફોબિયાથી પીડાય છે, તેમનું મનોવૈજ્ઞાનિક પરિક્ષણ થવું જોઇએ. ભાજપા પ્રવક્તાએ જણાવ્યું કે 'યુપીએ સરકાર ભ્રષ્ટાચારની સદી પર સદી ફટકારતી જઇ રહી છે. હજી સુધી તેનો દાવ ખતમ પણ નથી થયો.'
ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસના નેતાઓ લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આ પ્રકારની ભાષણબાજી કરી રહી છે જ્યારે સામાન્ય લોકો તેમની અસલિયત જાણી ચૂકી છે.' તેમણે ઉત્તરાખંડમાં મોદીની મુલાકાતની ટીકા કરવા અને બાદમાં રાહુલના પ્રવાસ માટે ઓફિસર્સ મેસ ખાલી કરાવવા પર પણ કોંગ્રેસને આડા હાથે લીધું.
ઉલ્લેખનીય છે કે કહેવાતા મોદી સમર્થકોએ સોમવારે સીબીઆઇના કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવ્યા હતા અને તેમાં લખ્યું હતું કે 'સીબીઆઇ દલાલી છોડો, દલાલો સીબીઆઇ છો઼ડો'