• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'રાહુલ અમારા નેતા, બસ નિર્દેશની છે પ્રતિક્ષા'

|

નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના પીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઇ ઔપચારિક ઘોષણા કરવામાં આવી નથી. જો કે, કોંગ્રેસી કહીં રહ્યાં છે કે, વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને કોંગ્રેસમાં કોઇ ભ્રમની સ્થિતિ નથી.

વિદેશ મંત્રી સલમાન ખુર્શિદે કહ્યું કે, રાહુલ ગાંધી અમારા સર્વસામાન્ય નેતા છે અને હવે વડાપ્રધાન પદની ઉમેદવારીને મુદ્દે પાર્ટી તેમના સંદેશ, સંકેત અને દિશા નિર્દેશની પ્રતિક્ષામાં છે. ખુર્શિદે બ્રુનેઇ અને ઇન્ડોનેશિયાની ચાર દિવસની યાત્રા બાદ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે એક વિશેષ વિમાનમાં ભારત પરત ફરી રહ્યાં હતા, ત્યારે વિમાનમાં તેમણે પત્રકારોને આ વાત જણાવી હતી.

ખુર્શિદે કહ્યું કે, પાર્ટીએ સર્વસંમતિથી રાહુલને પોતાના નેતા માની લીધા છે. હવે રાહુલના નિર્ણયની રાહ જોવાઇ રહી છે કે તે ક્યારે નેતૃત્વ સંભાળે છે. બીજી તરફ ખુર્શિદે એ વાતનો પણ ઇશારો કર્યો કે 2014ની ચૂંટણી બાદ યુપીએ ત્રીજી વાર સરકાર બનાવશે, પરંતુ તેનું રૂપ અલગ હશે.

English summary
congress leaders project rahul as partys consensus leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X