For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહનો આરોપઃ 1984ના રમખાણોમાં કોંગ્રેસીઓએ કર્યા મહિલાઓ પર બળાત્કાર

કોર્ટના ચુકાદા બાદ ભાજપ નેતા સતત કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

1984ના સિખ વિરોધી રમખાણો સાથે જાડાયેલા એક કેસમાં સોમવારે દિલ્લીની હાઈકોર્ટે સજ્જન કુમારને દોષિત ગણીને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટના આ ચુકાદા બાદ ભાજપ નેતા સતત કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વિટ કર્યુ, '1984ના સિખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકા પર કોઈને પણ શંકા નહોતી. તેમના નેતાઓ અને કાર્યકર્તાઓએ ભડકાઉ સૂત્રોચ્ચાર કર્યા, મહિલાઓ પર બળત્કાર કર્યા અને ક્રૂરતાથી પુરુષોની હત્યા કરી. તેમછતાં ઘણા કમિશન અને ઘણા સાક્ષીઓ હોવા છતાં કોઈને પણ સજા આપવામાં આવી નહોતી.'

અમિત શાહનો કોંગ્રેસ પર હુમલો

અમિત શાહે પોતાના ટ્વિટમાં આરોપ લગાવ્યો, ‘1984ના રમખામ પીડિતાએ ન્યાયની બધી આશાઓ ખોઈ દીધી હતી કારણકે જે પણ લોકો આ ગુના માટે જવાબદાર હતા, તેમને કોંગ્રેસ તરફથી રાજકીય સંરક્ષણ મળેલુ હતુ. દિલ્લી હાઈકોર્ટે જે રીતે સજ્જન કુમારને દોષિત ગણાવીને સજા સંભળાવી, આ ચુકાદા બાદ સ્પષ્ટ થઈ ગયુ કે 1984ના રમખાણોના દોષિતો નહિ બચી શકે.'

‘કોંગ્રેસની ભૂમિકા પર કોઈને શંકા નહોતી'

શાહે ટ્વિટ કર્યુ, ‘1984ના સિખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસની ભૂમિકા પર કોઈને પણ શંકા નહોતી. તેમના નેતાઓ અને કાર્યકર્તાએ ભડકાઉ સૂત્રોચ્ચાર કર્યા, મહિલાઓ પર બળાત્કાર કર્યા અને ક્રૂરતાપૂર્વક પુરુષોની હત્યા કરી. તેમછતાં ઘણા કમિશન અને ઘણા નજરે જોનારા સાક્ષીઓ હોવા છતાં કોઈને પણ સજા આપવામાં આવી નહોતી.'

શાહે પીએમ મોદીનો માન્યો આભાર

ભાજપ અધ્યક્ષ અમિત શાહે વધુ એક ટ્વિટમાં કહ્ય, ‘હું પ્રધાનમંત્રીનો આભાર માનવા ઈચ્છુ છુ કે તેમણે 2015માં એસઆઈટીની રચના કરી જેના કારણે 1984 રમખાણો સાથે જોડાયેલા કેસમાં ફરીથી તપાસ શરૂ થઈ જે ત્રણ દાયકાથી વિલંબમાં છે. હું અદાલતનો પણ આભાર માનુ છુ જેણે પોતાનો ચુકાદો સંભળાવ્યો જેનાથી પીડિત પરિવારોને રાહત મળી.'

સજ્જન કુમારને સજા મળ્યા બાદ ભાજપ અધ્યક્ષે કર્યા ટ્વિટ

સજ્જન કુમારને સજા મળ્યા બાદ ભાજપ અધ્યક્ષે કર્યા ટ્વિટ

તમને જણાવી દઈએ કે સોમવારે 1984ના રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં દિલ્લી હાઈકોર્ટની ડબલ બેંચે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત ગણાવ્યા છે. સજ્જન કુમારને રમખાણો ભડકાવવા અને ષડયંત્ર રચવાના દોષિત ગણાવીને હાઈકોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. તેમને 31 ડિસેમ્બર સુધી સરેન્ડર કરવાનુ રહેશે. આજીવન કેદ ઉપરાંત સજ્જન કુમાર પર હાઈકોર્ટે 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ ઈશા અંબાણીના લગ્નના 1.20 લાખ ફોટા પાડનાર ફોટોગ્રાફર વિવેકે જણાવી આ મોટી વાતઆ પણ વાંચોઃ ઈશા અંબાણીના લગ્નના 1.20 લાખ ફોટા પાડનાર ફોટોગ્રાફર વિવેકે જણાવી આ મોટી વાત

English summary
Congress Leaders Raped Women During 1984 Anti Sikh Riots, Alleges bjp president Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X