કોંગ્રેસનો માર્ક ઝુકરબર્ગને પત્ર, ફેસબુક ઈન્ડિયા-ભાજપ લિંકની ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ
નવી દિલ્લીઃ ફેસબુકે ભારતમાં ભાજપને ફાયદો પહોંચાડવાના આરોપો અંગે કોંગ્રેસે માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો છે. કોંગ્રેસે ફેસબુકના સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પાસે માંગ કરી છે કે આ મામલે એક નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવે. જેનાથી માલુમ પડી શકે કે ફેસબુક ઈન્ડિયા અને ભાજપ વચ્ચે સંબંધોનુ સત્ય શું છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે માર્ક ઝુકરબર્ગને આ પત્ર લખ્યો છે.

વૉલ સ્ટ્રીટ જનરલના આર્ટિકલનો આપ્યો હવાલો
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે માર્ક ઝુકરબર્ગને ફેસબુક ઈન્ડિયાના ભાજપ સાથે સંબંધ વિશે લખેલા પત્રમાં 14 ઓગસ્ટે અમેરિકી અખબાર ધ વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટનો હવાલો આપ્યો છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે ફેસબુક ઈન્ડિયાના આંખી દાસે ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર ભાજપનો સાથ આપ્યો. એવામાં આ મામલે હાઈ લેવલની તપાસ થવી જોઈએ અને રિપોર્ટને બધા સામે લાવવો જોઈએ. જ્યાં સુધી તપાસ થઈને સત્ય સામે ન આવે, ફેસબુક ઈન્ડિયાની હાજરીમાં ટીમ પાસેથી અધિકાર લઈ લેવામાં આવે અને નવી ટીમ બનાવવામાં આવે.
|
ભૂલોને સુધારે ફેસબુક
ઝુકરબર્ગને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ કહ્યુ છે કે તમને ખબર છે કે ભારત યુઝર્સની દ્રષ્ટિએ ફેસબુક અને વૉટ્સએપ માટે સૌથી મોટુ બજાર છે. અમારા જેવા દેશોમાં ફેસબુકની નૈતિક જવાબદારીની આશા વધી જાય છે. ફેસબુક અને વૉટ્સએપના ઘણા અધિકારીઓને પહેલા પણ આ રીતની ફરિયાદો કરવામાં આવી છે પરંતુ તેમણે તેને નજરઅંદાજ કરી દીધી. હજુ પણ મોડુ નથી થયુ અને ભૂલોને સુધારી શકાય છે. માટે ફેસબુક ઈન્ડિયાની કાર્યપ્રણાલીની નિષ્પક્ષતાથી તપાસ કરવામાં આવે. કોગ્રેસે પોતાના પત્રમાં એ પણ કહ્યુ કે ફેસબુક 2014થી નફરતભરી એ બધી પોસ્ટની માહિતી આપે જેને ફેસબુક ઈન્ડિયાએ પોતાના પ્લેટફોર્મ પર પલ્બિશ કરવાની મંજૂરી આપી.

શું છે સમગ્ર વિવાદ
હાલમાં જ વૉલ સ્ટ્રીટ જનરલમાં એક રિપોર્ટ આવ્યો છે. 'ફેસબુક હેટ-સ્પીચ રુલ્સ કોલાઈડ વિધ ઈન્ડિયન પૉલિટિક્સ' હેડિંગ સાથે પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ફેસબુક ભારતમાં ભાજપના નેતાઓના ભડકાઉ ભાષા મામલે નિયમોમાં ઢીલ વર્તે છે અને તેને પ્રકાશિત થવા દે છે. આમાં એક ભાજપ ધારાસભ્યની પોસ્ટનો પણ ઉલ્લેખ છે જેમાં તેમણે મુસ્લિમો સામે હિંસા કરવાની વાત કહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ લેખ વિશે કહ્યુ છે કે ભાજપ અને આરએસએસે ફેસબુક અને વૉટ્સએપ પર સંપૂર્ણપણે કબ્જો કરી લીધો છે. આનો હેતુ સોશિયલ મીડિયાની મદદથી સમાજમાં નફરત ફેલાવવાનો છે.
મોટો નિર્ણયઃ MPમાં માત્ર સ્થાનિક યુવાનોને મળશે સરકારી નોકરી, બહારના નહિ કરી શકે અપ્લાય