For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી કોંગ્રેસના નવા અધ્યક્ષનું આજે થઈ શકે છે એલાન, શીલા દીક્ષિત રેસમાં આગળ

સૂત્રો અનુસાર કોંગ્રેસ આજે દિલ્લીના નવા પ્રદેશ અધ્યક્ષના નામનું એલાન કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અજય માકને થોડા દિવસો પહેલા રાજીનામુ આપી દીધુ હતુ ત્યારબાદથી પાર્ટીને આ પદ માટે નવા ચહેરાની તલાશ છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ આજે દિલ્લીના નવા પ્રદેશ અધ્યક્ષના નામનું એલાન કરી શકે છે. દિલ્લી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં શીલા દીક્ષિતનું નામ સૌથી આગળ છે. તે દિલ્લીના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

શીલા દીક્ષિતનું નામ રેસમાં આગળ

શીલા દીક્ષિતનું નામ રેસમાં આગળ

દિલ્લી કોંગ્રેસના પ્રભારી પી સી ચાકોએ જણાવ્યુ કે રાહુલ ગાંધી નવા નામ પર અંતિમ નિર્ણય લેશે. લોકસભા ચૂંટણીમાં થોડો સમય જ બાકી છે એવામાં દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષનું પદ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. વળી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના કયાસ પણ લગાવવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે નવા અધ્યક્ષ આમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે.

અજય માકને આપ્યુ હતુ રાજીનામુ

અજય માકને આપ્યુ હતુ રાજીનામુ

અજય માકને જો કે આરોગ્યના કારણોસર પોતાના પદેથી રાજીનામુ આપ્યુ હતુ પરંતુ સમાચારો એવા હતા કે તે દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રસના ગઠબંધનના પક્ષમાં નહોતા. દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં શીલા દીક્ષિત ઉપરાંત રાજેશ લિલોઠિયા, પ્રહલાદ સિંહ સાહની, અરવિંદર સિંહ લવલી અને યોગાનંદ ઉપરાંત મહાબલ મિશ્રાનું નામ પણ શામેલ છે.

લોકસભા ચૂંટણીને જોતા કોંગ્રેસ નામો પર કરી રહી છે મંથન

લોકસભા ચૂંટણીને જોતા કોંગ્રેસ નામો પર કરી રહી છે મંથન

વાસ્તવમાં શીલા દીક્ષિત એક જાણીતો ચહેરો છે. દિલ્લીમાં જે પણ વિકાસ કાર્યો થયા છે તેને શીલા દીક્ષિતના નામથી જોડવામાં આવે છે. એવામાં શીલા દીક્ષિતના નામ પર પાર્ટીની અંદર વિરોધ જેવી કોઈ વસ્તુ સામે આવી નથી. જ્યારે અજય માકનના અધ્યક્ષ રહેતા આવાત ઘણીવાર સામે આવી હતી. આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન અંગે તેમનું વલણ કડક હતુ અને તે આ ગઠબંધનના પક્ષમાં નહોતા. હવે પાર્ટીની કોશિશ છે કે લોકસભા ચૂંટણી પહેલા કોઈ એવા ચહેરાને દિલ્લીની કમાન સોંપવામાં આવે જે ચર્ચિત તો હોય સાથે બધાને સ્વીકાર્ય પણ હોય.

આ પણ વાંચોઃ દલિત મહિલાનો દાવો, સબરીમાલા મંદિરમાં કરી પૂજા-અર્ચનાઆ પણ વાંચોઃ દલિત મહિલાનો દાવો, સબરીમાલા મંદિરમાં કરી પૂજા-અર્ચના

English summary
congress likely to announce the name of delhi party president
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X