For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો આ છે ‘ખાસ પ્લાન'

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે મધ્યમ અને વ્યવસાયી વર્ગ વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવવા માટે કોંગ્રેસની તૈયારી ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણી માટે મધ્યમ અને વ્યવસાયી વર્ગ વચ્ચે પોતાની પકડ મજબૂત બનાવવા માટે કોંગ્રેસની તૈયારી ચાલી રહી છે. આ ક્રમમાં પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર જેવા મોટા ચહેરાઓ ઉપરાંત અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા લોકોને એકજૂથ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયાઆ પણ વાંચોઃ નિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયા

મધ્યમ વર્ગ વચ્ચે પકડ બનાવવા કોંગ્રેસનો પ્લાન

મધ્યમ વર્ગ વચ્ચે પકડ બનાવવા કોંગ્રેસનો પ્લાન

કોંગ્રેસ આ પહેલા પણ યશવંત સિંહ અને પ્રશાંત ભૂષણ જેવા લોકોની મદદ લઈ ચૂકી છે આગળ પરણ આના માટે મદદ લઈ શકે છે. કોંગ્રેસના મોટા નેતાઓએ આ વૈકલ્પિક એજન્ડાને સાર્વજનિક ચર્ચાનો હિસ્સો બનાવવાની જવાબદારી ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ (એઆઈપીસી) નો સોંપી છે. એઆઈપીસીએ હાલમાં જ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટીસ ચેલમેશ્વરને મુંબઈની એક આવી જ ડિબેટમાં ચર્ચા માટે બોલાવ્યા હતા.

અલગ અલગ વિચારધારાના લોકોને એક મંચ પર લાવવાની તૈયારી

અલગ અલગ વિચારધારાના લોકોને એક મંચ પર લાવવાની તૈયારી

30 નવેમ્બરે રાજધાની દિલ્લીમાં આ પ્રકારે ‘શું ભારતને પુનર્પરિભાષિત કરવામાં આવી રહ્યો' વિષય પર ડિબેટનું આયોજન કરવામાં આવ્યુ છે. આમાં ડૉક્ટર, એન્જિનિયર, વકીલ અને ઘણા વ્યવસાયી લોકોને બોલાવવામાં આવ્યા છે. વૈકલિપક એજન્ડા અંગે કોંગ્રેસ કેટલુ ગંભીર છે તેનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે આ ડિબેટમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ સાથે અભિષેક સિંઘવી, રણદીપ સુરજેવાલા પણ શામેલ થશે.

વર્તમાન સરકારની શૈલી અને વિચારથી અસંમત લોકોને મંચ અપાશે જગ્યા

વર્તમાન સરકારની શૈલી અને વિચારથી અસંમત લોકોને મંચ અપાશે જગ્યા

ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના અધ્યક્ષ શશિ થરુર આ આયોજનમાં સંચાલનની જવાબદારી સંભાળશે. મધ્યમ વર્ગ વચ્ચે કોંગ્રેસ પોતાની પકડ મજબૂત બનાવવાની કોશિશમાં લાગેલી છે. એઆઈપીસીના રાષ્ટ્રીય સંયોજક સલમાન સોજ અને કાર્યકારી સંયોજક અમૃતા સિંહે કહ્યુ કે સંવાદ દ્વારા જ પાર્ટી ઠોસ વૈકલ્પિક એજન્ડા દેશને આપશે. સલમાન સોજે કહ્યુ કે એ લોકોને જરૂર બોલાવવામાં આવશે જે કોંગ્રેસના વિચારથી ભલે સંમત ન હોય પરંતુ વર્તમાન સરકારની શૈલી અને વિચાર સાથે તે સંમત ન હોય.

આ પણ વાંચોઃ અર્જૂન અને પોતાના નામના પેંડન્ટ સાથે મલાઈકા, બોલિવુડ અફેરના Viral Picsઆ પણ વાંચોઃ અર્જૂન અને પોતાના નામના પેંડન્ટ સાથે મલાઈકા, બોલિવુડ અફેરના Viral Pics

English summary
Congress may take help of raghuram rajan to reach out to middle class voters for lok sabha polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X