For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાના મંત્રીઓ કર્યું તેમના વિરુદ્ધ જ વોટિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ઑગસ્ટઃ લોકસભામાં કોંગ્રેસને શરમજનક પરિસ્થિતિમાં મુકાવુ પડ્યું હતું, ચારે તરફ તેમના મંત્રીઓની મજાક ઉડી હતી, જ્યારે સોનિયા ગાંધીના ડ્રીમ પ્રોજેક્ટ ખાદ્ય સુરક્ષા બિલના એક ઉપબંધને લઇને સતતા પક્ષના સમર્થનના બદલે વિરોધમાં વોટિંગ કરી દીધું હતું.

અધ્યક્ષ મીરા કુમાર ખાદ્ય સુરક્ષા બિલમાં કોઇ ઉપબંધ પર મત વિભાજન કરી રહ્યાં હતા અને સત્તા પક્ષના સભ્યોએ તેમના પક્ષમાં મતદાન કરવાનું હતું, પરંતુ તેમણે એ ઉપબંધને ભૂલથી નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજના સંશોધન સમજીને વિરોધમાં મતદાન કરી દીધું.

loksabha
પોતાના જ મંત્રીઓ દ્વારા ખોટું વોટિંગ કરવામાં આવ્યા બાદ સત્તા પક્ષના સભ્યોએ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે આ ઉપબંધ પર ફરીથી મતદાન કરાવવાની અપીલ કરી, પરંતુ ભાજપના સભ્યો એ વાત પર અડી ગયા કે બીજીવાર મતદાન નહીં થાય.

મામલાને લઇને લગભગ અડધા કલાક સુધી સદનમાં ગતિરોધ રહ્યો. આ વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કમલનાથે લોકસભામાં નેતા વિપક્ષ સુષમા સ્વરાજને પુનર્મતદાન માટે રાજી થવા માટે આગ્રહ કર્યો. સુષમાએ કમલનાથના અનુરોધને માની લીધો અને ફરીથી મતદાન કરવામાં આવ્યું.

English summary
UPA government's ambitious programme and Congress president Sonia Gandhi's pet project, the Food Security Bill was passed in the Lok Sabha but congress minister vote for some amendement in favour of opposition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X