કર્ણાટકઃ ‘ ગાયબ’ કોંગ્રેસ વિધાયક પહોંચ્યા બેગલુરુ, જણાવી આ મોટી વાત
કર્ણાટકમાં સરકાર બનાવવાની કોશિશમાં લાગેલી કોંગ્રેસે બુધવારે (16 મે) ના રોજ પાર્ટી વિધાયક દળની બેઠક બોલાવી હતી, જેમાં ઘણા ધારાસભ્યો પહોંચ્યા નહોતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સંખ્યા 12 બતાવવામાં આવી રહી હતી. જો કે પક્ષ આનો ઈનકાર કરતી રહી. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને લાવવા માટે હેલિકોપ્ટર મોકલ્યા હતા. મેંગલોર નોર્થથી કોંગ્રેસ ધારાસભ્ય અબ્દુલ ખદેર પણ ગાયબ બતાવવામાં આવી રહ્યા હતા. તેઓ આજે સવારે જ બેંગલુરુના ઈગલટન રિસોર્ટ પહોંચ્યા છે.
ઈગલટન રિસોર્ટ પહોંચેલા ધારાસભ્ય ખદેરે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે બધા ધારાસભ્યો સંપર્કમાં છે. જે બે ધારાસભ્યો અહીં ઉપસ્થિત નથી તે પણ આવી રહ્યા હશે. હું પણ અત્યારે મેંગલોરથી પાછો આવ્યો છું. વળી સવારે કોંગ્રેસ ધારાસભ્યોને બસમાં બેસાડીને વિધાનસભામાં લાવવામાં આવ્યા. જ્યાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નેતા ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત અને સિદ્ધારમૈયા વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધીની પ્રતિમા પાસે પ્રદર્શન કરવા માટે ભેગા થયા.
વળી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે આખી દુનિયા જાણે છે કે ભાજપ પાસે સંખ્યાબળ નથી તેમછતાં કર્ણાટકમાં ભાજપની સરકાર સૌની સામે છે. આ તો સંવિધાનની મજાક ઉડાવવા બરાબર છે. તમને જણાવી દઈએ કે ભાજપને સરકાર બનાવવાથી રોકવા માટે કોંગ્રેસે ગઈ રાતે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોંગ્રેસને અડધી રાહત મળી. સુપ્રિમ કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારંભ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો.