
કોંગ્રેસ ધારાસભ્યએ ગૃહમાં કરી ભદ્દી ટિપ્પણી, કહ્યુ - બળાત્કાર અનિવાર્ય હોય તો આડા પડી જાવ અને એનો આનંદ લો
બેંગલુરુઃ કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કેઆર રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં બળાત્કાર પર એક કામુક અને ભદ્દી ટિપ્પણી કરી. વિધાનસભામાં બોલતા કુમારે કહ્યુ, 'એક કહેવત છે કે જ્યારે બળાત્કાર ટાળી શકાય એમ ના હોય તો આડા પડી જાવ અને તેનો આનંદ લો. બરાબર આ જ સ્થિતિ છે તમારી.'
કોંગ્રેસને વરિષ્ઠ ધારાસભ્યએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ધારાસભ્ય વિધાનસભામાં ખેડૂતોના મુદ્દે ચર્ચા માટે અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમયની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અધ્યક્ષે કહ્યુ કે જો બધાને સમય આપવામાં આવશે તે આ સત્ર કેવી રીતે ચાલશે.
અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડેએ ધારાસભ્યોને કહ્યુ કે તમે જે પણ નિર્ણય કરશો તે માનીશ. જેમ ચાલી રહ્યુ છે તેમ ચાલવા દો અને સ્થિતિનો આનંદ લો. હું વ્યવસ્થાને નિયંત્રિત નથી કરી શકતો, મારી ચિંતા ગૃહના કામકામ માટે છે, તેને પણ પૂરી કરવાની છે.
અધ્યક્ષના આટલુ કહેવા પર કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ કુમારે આ વાંધાજનક ટિપ્પણી કરી જેને સાંભળીને ગૃહના બધા સભ્યો હસવા લાગ્યા. આ સમગ્ર ઘટનામાં સૌથી નવાઈની વાત એ રહી કે કુમારે આ ટિપ્પણી ગૃહમાં કરી હતી અને આ ભદ્દી ટિપ્પણી માટે કુમાર સામે કોઈ કાર્યવાહી કરવાના બદલે અધ્યક્ષ મહોદય ખુદ પણ હસવા લાગ્યા.
કુમારે પહેલી વાર નથી કરી આવી હરકત
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય રમેશ કુમારે આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી હોય. જ્યારે રમેશ કુમાર કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ હતા એ દરમિયાન તેમણે પોતાની સરખામણી રેપ પીડિતા સાથે કરી હતી. રમેશ કુમારે કહ્યુ હતુ કે મારી સ્થિતિ રેપ પીડિતા જેવી છે. બળાત્કાર માત્ર એક વાર થાય છે જો તમે જો એ વાતને ત્યાં જ છોડી દો છો, પરંતુ જ્યારે તમે ફરિયાદ કરો છો કે બળાત્કાર થયો છે, તો આોપીને જેલમાં નાખી દેવામાં આવે છે. પરંતુ તેમના વકીલ પૂછે છે કે આ કેવી રીતે થયુ? આ ક્યારે થયુ અને કેટલી વાર થયુ? રેપ એક વાર થાય છે પરંતુ કોર્ટમાં 100 વાર રેપ થાય છે. આ મારી સ્થિતિ છે.