For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હિંદુત્વમાં તાલિબાનની શરૂઆત થઈ ચૂકી છે ? થરુરનો ભાજપને સવાલ

કોંગ્રેસના સાંસદ શશિ થરુરે થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યુ હતુ જે અંગે દેશભરમાં ચર્ચા છેડાઈ ગઈ હતી. કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે જો 2019 માં ફરીથી ભાજપ સત્તામાં આવશે તો દેશનું બંધારણ જોખમમાં મૂકાશે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના સાંસદ શશિ થરુરે થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યુ હતુ જે અંગે દેશભરમાં ચર્ચા છેડાઈ ગઈ હતી. કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે જો 2019 માં ફરીથી ભાજપ સત્તામાં આવશે તો દેશનું બંધારણ જોખમમાં મૂકાશે. તે બંધારણને બરબાદ કરી દેશે અને ભારત 'હિદુ પાકિસ્તાન' બની જશે. આ નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવી જંગ છેડાઈ ગઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ શશિ થરુરની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ શશિ થરુરના નિવેદનનો આકરો વિરોધ કર્યો હતો.

શશિ થરુરે ફરીથી કર્યો ભાજપ પર હુમલો

શશિ થરુરે ફરીથી કર્યો ભાજપ પર હુમલો

વળી, શશિ થરુરે વિરોધ કરનારા પર ફરીથી એકવાર હુમલો કર્યો છે અને કહ્યુ છે કે શું હિંદુત્વનાં તાલિબાનની શરૂઆત થઈ ચૂકી છે ? શશિ થરુરે આ વિવાદે એક પગલુ આગળ વધારતા વિરોધીઓ પર પલટવાર કર્યો છે. થરુરે કહ્યુ કે આ લોકો મને પાકિસ્તાન જતા રહેવાનું કહી રહ્યા છે. તેમને કોણે હક આપ્યો છે કે તે નક્કી કરશે કે હું તેમની જેમ હિંદુ નથી અને મને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. શું તેમણે હિંદુત્વમાં તાલિબાનની શરૂઆત કરી દીધી છે.

શશિ થરુરના કાર્યાલય પર થયો હતો હુમલો

શશિ થરુરના કાર્યાલય પર થયો હતો હુમલો

શશિ થરુરનું આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે સોમવારે ભાજપ કાર્યકર્તાઓએ કેરળ સ્થિત તેમના કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યુ હતુ અને થરુરનું પોસ્ટર કાળુ કરી દીધુ હતુ. ભાજપ કાર્યકર્તાએ શશિ થરુરની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વળી, શશિ થરુરે આ હુમલા બાદ ભાજપ પર નિશાન સાધ્યુ હતુ.

‘મોટાભાગના હિંદુ એ જ કહેશે કે આ સંઘી ગુંડાઓ તેમનું પ્રતિનિધિત્વ નથી કરતા'

‘મોટાભાગના હિંદુ એ જ કહેશે કે આ સંઘી ગુંડાઓ તેમનું પ્રતિનિધિત્વ નથી કરતા'

કોંગ્રેસ સાંસદે કહ્યુ કે તેમણે ઓફિસના ગેટ પર કાળુ કરી દીધુ. હોબાળો કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. લોકો બહાર પોતપોતાની ફરિયાદો અને યાચિકાઓ સાથે રાહ જોઈ રહ્યા હતા. એ લોકો મને પાકિસ્તાન જતા રહેવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અમને બધાને ધમકી આપી છે. તેમણે ભાજપને પૂછ્યુ કે શું તેમણે હિંદુ રાષ્ટ્રનું સપનુ છોડી દીધુ છે. થરુરે કહ્યુ કે મોટાભાગના હિંદુ એ જ કહેશે કે આ સંઘી ગુંડાઓ તેમનું પ્રતિનિધિત્વ નથી કરતા.

English summary
Congress MP Shashi Tharoor lashed out at the protesters and asked if they want to start a 'Taliban in Hinduism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X