કોંગ્રેસને મેમાં મળશે નવા પાર્ટી અધ્યક્ષ, 15થી 30 મે વચ્ચે થઈ શકે સંગઠન ચૂંટણી
નવી દિલ્લીઃ Congress working committee meeting latest news. કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ સહિત સંગઠનના અન્ય પદોની ચૂંટણી 15થી 30 મે વચ્ચે કરાવવામાં આવી શકે છે. સૂત્રોના હવાલાથી સમાચાર છે કે શુક્રવારે બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકાં મે મહિનામાં સંગઠનની ચૂંટણી કરાવવા પર વિચાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ ચૂંટણી ખતમ થયા બાદ કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણી કરાવવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ફેબ્રુઆરીમાં પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવવા પર સંમતિ બની છે.
તમને જણાવી દઈએ કે એપ્રિલ-મે 2021માં તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સૂત્રો મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં બે સભ્યોએ આ પ્રસ્તાવ રાખ્યો કે ફેબ્રુઆરીમાં પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવવી જોઈએ જેથી વિધાનસભા ચૂંટણી માટે એક ટીમ તૈયાર કરવામાં પૂરતો સમય મળી શકે. તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમમાં કોંગ્રેસ સત્તાની બહાર છે. માત્ર પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર છે. બેઠક દરમિયાન પાર્ટી પદાધિકારીઓએ કહ્યુ કે વિધાનસભા ચૂંટણી અને સંગઠનાત્મક ચૂંટણી વચ્ચે એક લાંબુ અંતર જરૂરી છે જેથી ચૂંટણી અભિયાનમાં કોઈ નુકશાન ન થાય.
લોકસભા ચૂંટણીમાં હાર બાદ આપ્યુ હતુ રાહુલ ગાંધીએ રાજીનામુ
ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. હાલમાં સોનિયા ગાંધી કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષનુ પદ સંભાળી રહ્યા છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત ઘણા પાર્ટી નેતાઓએ રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગ કરી પરંતુ રાહુલે ઈનકાર કરી દીધો.
Noida: સેક્ટર 63માં શંકાસ્પદ બૉમ્બ મળવાના સમાચારથી હોબાળો