For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની ઘૂસણખોરી, જીડીપી જેવા સવાલોથી બચવા રદ કર્યો પ્રશ્નકાળઃ કોંગ્રેસ

સંસદના આગામી ચોમાસુ સત્રમાં પ્રશ્ન કાળ ન કરવા અને બિન સરકારી બિલ ન લાવવા અંગે સરકારના નિર્ણયની કોંગ્રેસે આકરી ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદના આગામી ચોમાસુ સત્રમાં પ્રશ્ન કાળ ન કરવા અને બિન સરકારી બિલ ન લાવવા અંગે સરકારના નિર્ણયની કોંગ્રેસે આકરી ટીકા કરી છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે કહ્યુ છે કે દેશ સામે જે સમસ્યાઓ છે, સરકાર તેના પર જવાબ આપવા નથી માંગતી. કોઈ સવાલ જ ન હોય માટે પ્રશ્નકાળને જ ખતમ કરી દેવામાં આવ્યો છે. સરકાર તરફથી કોરોના મહામારીના કારણે પેદા થયેલી પરિસ્થિતિઓનો હવાલો આપીને શૂન્ય કાળ ના કરવાની વાત કહેવામાં આવી છે.

સવાલોથી બચવા માંગે છે મોદી સરકાર

સવાલોથી બચવા માંગે છે મોદી સરકાર

કોંગ્રેસના પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ ગુરુવારે કહ્યુ છે કે સરકાર ગભરાયેલી છે. સરકાર એ સવાલોનો સામનો નથી કરવા માંગતી જે આજે દેશની સામે છે. સુરજેવાલાએ કહ્યુ - ચીનની ભારતની ધરતી પણ ઘૂસણખોરી થઈ છે, અર્થવ્યવસ્થા ખોરંભે છે, જીડીપી આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી નીચે છે, 12 કરોડથી વધુ લોકોની નોકરીઓ ગઈ છે. આ બધા સવાલોથી બચવા માટે જ પ્રશ્નકાળ ખતમ કરવામાં આવ્યો છે.

ટીએમસી સાંસદે કહ્યુ, આ લોકતંત્રની હત્યા

ટીએમસી સાંસદે કહ્યુ, આ લોકતંત્રની હત્યા

ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને પ્રશ્નકાળ ન કરવાનો કોરોના વાયરસના નામ પર લોકતંત્રની હત્યા ગણાવી છે. ડેરેકે ટ્વિટ કર્યુ, સાંસદોનો પ્રશ્નકાળ માટે પોતાના પ્રશ્ન 15 દિવસ પહેલા જમા કરાવવાના રહેશે. સંસદીય સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. માટે પ્રશ્નકાળ સ્થગિત? વિપક્ષના સાંસદોએ સરકારને સવાલ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે. 1950 બાદ પહેલી વાર? સંસદના બધા કામકાજનો સમય એક જેવો રહે છે તો પછી પ્રશ્નકાળ રદ કેમ કર્યો? લોકતંત્રની હત્યા માટે મહામારીનુ બહાનુ. ઘણા બીજા પક્ષોએ પણ આના પર આકરો વિરોધ દર્શાવ્યો છે.

14 સપ્ટેમ્બરથી છે સત્ર

14 સપ્ટેમ્બરથી છે સત્ર

પાંચ મહિના બાદ 14 સપ્ટેમ્બરથી સંસદનુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. આનુ સમાપન એક ઓક્ટોબરે પ્રસ્તાવિત છે. લોકસભા સચિવાલય તરફથી જારી અધિસૂચનાાં કહેવામાં આવ્યુ છે કે સત્ર દરમિયાન પ્રશ્નકાળ નહિ હોય, કોરોના મહામારીના કારણે પેદા થયેલી અસામાન્ય પરિસ્થિતિને જોતા સરકારના આગ્રહ મુજબ લોકસભા અધ્યક્ષે નિર્દેશ આપ્યા છે કે સત્ર દરમિયાન બિન સરકારી બિલો માટે કોઈ પણ દિવસ નક્કી કરવામા ન આવે.

પબજી બેન થયુ તો સોશિયલ મીડિયા પર આવ્યુ જોક્સનુ પૂર, શેર થઈ રહ્યા છે મઝાના મીમ્સપબજી બેન થયુ તો સોશિયલ મીડિયા પર આવ્યુ જોક્સનુ પૂર, શેર થઈ રહ્યા છે મઝાના મીમ્સ

English summary
Congress: No question hour in Parliament means govt is scared of answering questions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X