નરેન્દ્ર મોદીને PM બનતા અટકાવવા માટે કોંગ્રેસનો ફાઇનલ પ્લાન

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 એપ્રિલ : ભારતમાં લોકસભા ચૂંટણી 2014ના સાત તબક્કા પૂરા થઇ ગયા છે. હવે લોકસભાની 196 બેઠકો માટે મતદાન થવાનું બાકી છે. કોંગ્રેસે અત્યાર સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ના શકે તે માટે અનેક બાધાઓ ઉભી કરી છે. જોકે મોદી વિરોધી લહેર ઉભી કરનારા કોંગ્રેસીઓને વંટોળનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે હવે તેમણે અંતિમ પ્લાન તૈયાર કર્યો છે. આ માસ્ટર પ્લાન અનેક નાના નાના પ્લાનને ભેગા કરીને તૈયાર કરવામાં આવ્યો છે.

યુતિની મતિ સુઝી

યુતિની મતિ સુઝી

તેમાંથી એક પ્લાન અંતર્ગત કોંગ્રેસ ચૂંટણીઓ બાદ એનડીએમાંથી બહાર થયેલી પાર્ટીઓની સાથે હાથ મિલાવીને ગઠબંધન બનાવવા અથવા આવા જ કોઇ ગઠબંધમાં પોતે જોડાઇ જવાનો વિકલ્પ ખુલ્લો રાખી રહી છે.

બેઠકોનું ગણિત

બેઠકોનું ગણિત

આ પ્લાન સફળ થવા માટે કોંગ્રેસના રણનીતિકારો એક બાબત સારી રીતે જાણે છે કે તેમનો પ્લાન ત્યારે જ સફળ નીવડી શકશે જ્યારે ચૂંટણીઓ બાદ એનડીએને મહત્તમ 220થી 230 બેઠકો જ મળે. જો ભાજપની આગેવાનીવાળી એનડીએ 272ના જાદુઇ આંકડાથી દૂર રહે છે અને તેની સામે કોંગ્રેસ 100થી 120 બેઠકો મેળવવામાં સફળ રહે છે તો તે બિન બાજપી અને બિનએનડીએવાળા પક્ષોને એક કરીને લાભ મેળવી શકશે.

કોંગ્રેસ પાસે 140 બેઠકો આવી તો?

કોંગ્રેસ પાસે 140 બેઠકો આવી તો?

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોંગ્રેસ 140 બેઠકોની નજીક પહોંચી જાય છે તો તે 2004ની જેમ એનડીએ વિરોધી યુતિ બનાવવાની નજીક પહોંચી ગઇ છે એમ સમજવું.

પીએમ પદ જતું કરવું

પીએમ પદ જતું કરવું

કોંગ્રેસે સત્તામાં રહેવા માટે પીએમ પદ જતુ કરવાનો નિર્ણય પણ લઇ લીધો છે. કોંગ્રેસ અન્ય પાર્ટીઓ સાથે મળીને યુતિ બનાવશે તો પાર્ટીઓની સહમતિ મુજબના વડાપ્રધાન બનાવશે. આવી નીતિનો સંકેત લોકસભી ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા જ કેન્દ્રીય મંત્રી એ કે એન્ટોનીએ આપ્યો હતો.

ડાબેરીઓનો હાથ પકડવાની ઇચ્છા

ડાબેરીઓનો હાથ પકડવાની ઇચ્છા

સત્તાના સિંહાસન સુધી પહોંચવા અને નરેન્દ્ર મોદીને પીએમ બનતા રોકવા માટે કોંગ્રેસ ડાબેરીઓનો હાથ પકડવા માટે તૈયાર છે. આ બાબતના સંકેત એન્ટનીએ ચૂંટણી પહેલા જ આપ્યા હતા. તેમણે યુપીએ - 3ની રચનાની વાત કરી હતી. તેમણે હાલના તબક્કે યુપીએ સાથે નહીં રહેલી પાર્ટીઓને ચૂંટણી બાદ ફેરવિચારણા કરવા જણાવ્યું હતું.

લાલચ આપો રાજ કરો

લાલચ આપો રાજ કરો

કોંગ્રેસે અન્ય પક્ષોને એવી પણ લાલચ આપી છે કે નરેન્દ્ર મોદીનો સાથ છોડશો તો કોંગ્રેસમાં નેતૃત્વની વધારે સારી તક અને મહત્વ આપવામાં આવશે. કોંગ્રેસના અનેક નેતાઓનું માનવું છે કે પાર્ટીએ વડાપ્રદાન પદના દાવેદાર તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર નહીં કરીને સમજદારીનું પગલું ભર્યું છે.

English summary
Congress party has made a final plan to stop BJP's leader Narendra Modi to becoming prime Minister of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X