For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક બાદ ગોવામાંથી ભાજપને હટાવવા માટે કોંગ્રેસની વ્યૂહરચના

હાલમાં જ કર્ણાટકમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ બાદ કોગ્રેસમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહી કોંગ્રેસ ગોવામાં કર્ણાટકવાળા મોડલને અપનાવવાની તૈયારીમાં છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ કર્ણાટકમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ બાદ કોગ્રેસમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહી કોંગ્રેસ ગોવામાં કર્ણાટકવાળા મોડલને અપનાવવાની તૈયારીમાં છે. નામ ન આપવાની શરતે બે મોટા કોંગ્રેસી નેતાઓએ જણાવ્યુ કે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી સાથે પાછલા બારણે વાતચીત ચાલી રહી છે. હાલમાં ગોમંતક પાર્ટી ભાજપ સાથે ગઠબંધનની સરકારમાં શામેલ છે. બંને કોંગ્રેસી નેતાઓએ જણાવ્યુ કે તેમની પાર્ટી સ્થાનિક રાજ્યમાં સત્તામાંથી ભાજપને હટાવવા માટે એમજીપી સાથે માળખા પર ચર્ચા કરી રહી છે. આમાં કર્ણાટકની જેમ નાની પાર્ટીની ભૂમિકામાં રહેલ પક્ષને નેતૃત્વ ઓફર કરવામાં આવી શકે છે.

ગોમંતક પક્ષને ગઠબંધન માટે કરી રહી છે ઈનકાર

ગોમંતક પક્ષને ગઠબંધન માટે કરી રહી છે ઈનકાર

હિંદુસ્તાનમાં છપાયેલ સમાચાર અનુસાર એમજીપી નેતા અને રાજ્યના પીડબ્લ્યુ મંત્રી રામકૃષ્ણ સુદિન ધવલીકરે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનનો ઈનકાર કરી દીધો છે. જો કે કોંગ્રેસ નેતાઓમાંથી એકે કહ્યુ કે, "અમે એમજીપી સાથે વાત કરી રહ્યા છે અને તેમને સમર્થન આપવા માટે ઈચ્છુક છીએ. તેમનું લક્ષ્ય ભાજપને હટાવવાનું છે." જો કે ધવલીકરને પૂછવામાં આવ્યુ કે શું તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરાઈ છે, તો ધવલીકરે કહ્યુ, "આ ચરણમાં કોઈનાથી સમર્થન માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું પહેલેથી જ સરકારમાં છુ કે જે બહુ સારુ કામ કરી રહી છે, મે આ પ્રકારની વસ્તુઓ પર ચર્ચા કરી નથી અને કરવા પણ નથી માંગતો." ધવલીકર વર્તમાનમાં મુખ્યમંત્રી મનોહર પરિકરની અનુપસ્થિતિમાં સદનના નેતાના રૂપમાં કામ કરી રહ્યા છે. મનોહર પરિકર સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઈલાજ કરાવી રહ્યા છે.

કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ગઠબંધનનો કર્યો ઈનકાર

કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ગઠબંધનનો કર્યો ઈનકાર

આ બધા છતાં બંને કોંગ્રેસી નેતાઓએ જોર આપીને કહ્યુ કે એમજીપી અને અપક્ષ લોકો સાથે વાતચીત ચાલી રહી છે. વળી, નેતાઓએ ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી) ના નેતા વિજય સરદેસાઈ સાથે કોઈ પણ વાતચીતનું ખંડન કર્યુ. તેમણે કહ્યુ કે, અમે એમજીપી અને અપક્ષ લોકો સાથે વાત કરી રહ્યા છે પરંતુ સરદેસાઈ સાથે નહિ. એક નેતાએ કહ્યુ, તેમની માંગ ઘણી વધુ છે. બીજા નેતાએ કહ્યુ ગોવા પર કર્ણાટકના પરિણામોની બહુ સારી અસર થઈ છે. અમે કોંગ્રેસને આમંત્રિત કરવા માટે રાજ્યપાલ સાથે સંપર્ક કર્યો છે કારણકે તે રાજ્ય વિધાનસભામાં સૌથી મોટો પક્ષ છે.

કોંગ્રેસ પરિકરની અનુપસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે

કોંગ્રેસ પરિકરની અનુપસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે

40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં કોંગ્રેસ 16 ધારાસભ્યો સાથે સૌથી મોટો પક્ષ છે. વળી ભાજપ પાસે 14 ધારાસભ્યો છે. એમજીપી અને જીએફપી પાસે ત્રણ-ત્રણ ધારાસભ્ય છે. વળી એનસીપી પાસે એક ધારાસભ્ય છે. જ્યારે ત્રણ ધારાસભ્ય અપક્ષ છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 21 ધારાસભ્યોનો બહુમત જરૂરી છે. હવે કોંગ્રેસ પરિકરની અનુપસ્થિતિમાં રાજ્યમાં પૂર્ણકાલિન મુખ્યમંત્રીની નિયુક્તિની માંગ કરી રહી છે. પોતાની રણનીતિ અંતર્ગત કોંગ્રેસ ભાજપ પર પરિકરના બદલે કોઈ બીજાનું નામ આપવાનું દબાણ કરી રહી છે. ચર્ચા કરી રહી છે કે રાજ્ય પ્રશાસન સંકટમાં છે.

English summary
congress planing repeat karnataka model in goa drag out bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X