For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ કરી પીએમ મોદીની મિમિક્રી, તેમની સ્ટાઈલમાં આપ્યુ ભાષણ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના ભોપાલમાં એક રેલીને સંબોધન દરમિયાન પીએમ મોદીની મિમિક્રી કરવા લાગ્યા મતલબ કે તેમની ભાષા બોલવા લાગ્યા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના ભોપાલમાં એક રેલીને સંબોધન દરમિયાન પીએમ મોદીની મિમિક્રી કરવા લાગ્યા મતલબ કે તેમની ભાષા બોલવા લાગ્યા. પીએમ મોદીની નકલ ઉતારતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પાંચ વર્ષ પહેલા મોદી કહેતા હતા કે મારી છાતી 56ની છે. અમે ભ્રષ્ટાચારને ખતમ કરીશુ અને હવે નરેન્દ્ર મોદી કહે છે કે અમે કોંગ્રેસને ખતમ કરી દઈશુ. રાહુલ ગાંધી આગળ કહે છે કે અરે ભૈયા અમારી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અન છત્તીસગઢમાં સરકાર બની ગઈ અને હવે દિલ્લીમાં બનવા જઈ રહી છે.

નરેન્દ્ર મોદીજીને ડરાવીને તમે કોઈ પણ કામ કરાવી શકો છો

નરેન્દ્ર મોદીજીને ડરાવીને તમે કોઈ પણ કામ કરાવી શકો છો

સભામાં રાહુલ ગાંધી તરફથી પીએમ મોદીની નકલ ઉતારતો વીડિયો પણ સામે આવ્યો છે. પહેલા વીડિયોમાં તે પીએમ મોદીની 56 ઈંચની છાતીની વાત કરે છે જ્યારે બીજા વીડિયોમાં તે મોદી સરકારના અંતરિમ બજેટ પર નિશાન સાધતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી કહે છે કે નરેન્દ્ર મોદીજીને ડરાવીને તમે કોઈ પણ કામ કરાવી શકો છો. તેમણે કહ્યુ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં દેવામાફી થશે તેના પર મોદીજી કહે છે ઠીક હે ભૈયા હું પણ ખેડૂતો માટે કામ કરુ છુ.

પીએમે ખેડૂતોને માત્ર 17 રૂપિયા આપ્યા

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં આગળ કહ્યુ કે લોકસભામાં ભાજપના સાંસદોએ પાંચ મિનિટ સુધી ટેબલો થપથપાવ્યા. મે કહ્યુ, શું થઈ ગયુ ભઈ, શું કરી દીધુ આમણે, ખબર પડી 17 રૂપિયા, અરે ભાઈ નરેન્દ્ર મોદીજી હિંદુસ્તાનના ખેડૂતોને માત્ર 17 રૂપિયા અને ત્યાં ધડાધડ તાળી, ધડાધડ તાળીઓ વાગી રહી છે. તમને જણાવી દઈએ કે વચગાળાનું બજેટ રજૂ થયા બાદ પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે દેશના ખેડૂતો જે હંમેશા ખડેપગે રહે છે તેમને દિવસના 17 રૂપિયા આપવા તેમનુ અપમાન છે.

દેવામાફી તો પહેલુ પગલુ છે

આ રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ સરકાર તરફથઈ દેવામાફી પહેલુ પગલુ છે. હજુ ઘણુ બધુ કરવાનું બાકી છે. મધ્ય પ્રદેશને પ્રોસેસિંગ હબ બનાવીશુ. અહીંના યુવાનોને અહીં જ રોજગાર મળશે. તેમને ક્યાંય બહાર જવાની જરૂર નથી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશની જનતાને એક વચન આપતા કહ્યુ કે તમે રાજ્યના કોઈ પણ જિલ્લા, કોઈ પણ ગામમાં ક્યાંય પણ બોલાવો હું હાજર રહીશ.

આ પણ વાંચોઃ પીવી સિંધુએ કરી ચીની કંપની સાથે ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલઆ પણ વાંચોઃ પીવી સિંધુએ કરી ચીની કંપની સાથે ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલ

English summary
Congress President Rahul Gandhi mimicry of PM Narendra Modi in Bhopal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X