For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે ફ્રાન્સ સાથે સીધી ડીલ કરી રહ્યા છે મોદીઃ રાહુલ ગાંધી

અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે ફ્રાન્સ સાથે સીધી ડીલ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કૉન્ફ્રેન્સ કરી પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલ મુદ્દા પર જેપીસીની માંગ કરતા પીએમ મોદીએ સદનમાં આપેલ નિવેદન પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી રાફેલ ડીલમાં સીધી રીતે સામેલ હતા. પીએમ મોદીએ રાફેલ ડીલમાં 30 હજાર કરોડ રૂપિયાની ચોરી કરી. પીએમ મોદીએ વાયુસેનાના 30 હજાર કરોડ રૂપિયાની ચોરી કરી અનિલ અંબાણીને આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે 'ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે' કહેવત પીએમ મોદી ખુદ માટે બોલ્યા હતા.

પીએમ મોદી ફ્રાન્સની સરકાર સાથે સીધી ડીલ કરી રહ્યા હતા- રાહુલ ગાંધી

પીએમ મોદી ફ્રાન્સની સરકાર સાથે સીધી ડીલ કરી રહ્યા હતા- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી ફ્રાન્સની સરકાર સાથે સીધી ડીલ કરી રહ્યા હતા જેથી અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ આપી શકાય. તેમણે કહ્યું કે 'ઓલાંદે કહ્યું હતું કે પીએણ મોદી ચોર છે અને તેમણે રાફેલ ડીલમાં અંબાણીને ફાયદો પહોંચાડવા માટે આમાં દખલગીરી કરી.' રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે મનોહર પાર્રિકર સાથે મુલાકાત કરી હતી પરંતુ એ દરમિયાન રાફેલ પર કોઈ વાત નહોતી થઈ.

સુપ્રીમ કોર્ટમાં મોદી સરકાર જૂઠું બોલ્યા- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં જૂઠું બોલ્યા. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને પીએણ મોદીએ દેશ સમક્ષ જૂઠ બોલ્યા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએણ મોદી અંબાણીને ફાયદો પહોંચાડવા માટે સીધી રીતે ડીલમાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા. પીએમ મોદીએ ખુદ એરફોર્સના 30 હજાર કરોડ રૂપિયા લૂટી લીધા અને અંબાણીની કંપનીને આપી દીધા. તેમણે કહ્યું કે આનાથી સાબિત થાય છે કે ચોકીદાર જ ચોર છે.

મનોહર પાર્રિકર સાથે રાફેલ પર વાતચીત ન થઈ- રાહુલ ગાંધી

એક અંગ્રેજી અખબારનો હવાલો આપતા રાહુલ ગાંધીએ કહ્યું, 'એક વર્ષથી અમે આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ, હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ રક્ષા મંત્રાલયના અધિકારીઓએ સ્વીકાર કર્યો છે કે પીએમ મોદી ફ્રાન્સ સરકારથી આ મુદ્દા પર સમાનાંતર ચર્ચા કરી રહ્યા હતા, પીએણ મોદી જણાવે કે પીએમઓ સમાનાંતર વાતચીત કેમ કરી રહ્યા હતા.'

English summary
Congress President Rahul Gandhi press conference in delhi, attacks pm modi over rafale deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X