For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી હવે નવું સ્લોગન આપશે - બેટી બચાઓ, બીજેપીના લોકોથી બચાઓ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા સંવિધાન બચાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા સંવિધાન બચાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દિલ્હીમાં આવેલા તાલકટોરા સ્ટેડિયમમાં એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીને ખાલી મોદીમાં જ રસ છે. તેમને જણાવ્યું કે મોદીને કઈ રીતે પ્રધાનમંત્રી બનવું તે બાબતમાં જ રસ છે. મોદી ખાલી પીએમ બનવા વિશે જ વિચારે છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીની બુક કર્મયોગ વિશે જણાવ્યા કહ્યું કે પ્રધાનમંત્રી મોદી વાલ્મિકી સમુદાય માટે સફાઈ કરવાને આધ્યાત્મિક અનુભવ કહે છે, જે તેમની દલિત વિરોધી માનસિકતા બતાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશમાં દલિતો, ગરીબો અને મહિલાઓની સુરક્ષા સંવિધાન કરે છે. આ સંવિધાન આંબેડકર અને કોંગ્રેસ પાર્ટીએ લખીને ભારતને આપ્યું.

rahul gandhi

રાહુલ ગાંધીએ જણાવ્યું કે સરકારે સંસદ રોકી રાખી છે. નોટબંધી અને જીએસટી એ અર્થવ્યવસ્થાને ડુબાડી દીધી છે. રાહુલ ગાંધીએ કઠુઆ અને ઉન્નાવ મામલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી આખા મામલામાં ચૂપ રહ્યા. તેમને આગળ કહ્યું કે 70 વર્ષમાં કોંગ્રેસે દેશની છબી બનાવી પરંતુ મોદીએ તેના પર ચોટ મારી છે. રાહુલ ગાંધી એ જણાવ્યું કે સુપ્રીમકોર્ટ ને કચડવામાં આવી રહ્યું છે, તેને દબાવવામાં આવી રહ્યું છે. પહેલીવાર ચાર જજ હિન્દુસ્તાનની જનતા પાસે ન્યાય માંગી રહ્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે સંસ્થાઓમાં આરએસએસ અને બીજેપીની વિચારધારા વાળા લોકોને ભરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચુનોતી આપી કે જો તેઓ બોલવા લાગે તો મોદી તેમની સામે સંસદમાં 15 મિનિટ પણ નહીં ટકી શકે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી હવે નવું સ્લોગન આપશે - "બેટી બચાઓ, બીજેપીના લોકોથી બચાઓ". રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી અને આરએસએસ ના લોકો સંવિધાનને અડકી પણ નહીં શકે, અમે એવું થવા નહીં દઈએ.

English summary
Congress president rahul gandhi save constitution campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X