For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરેક મંત્રાલયમાં બેઠા છે RSS ના માણસો, આપી રહ્યા આદેશ: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પ્રચારમાં વ્યસ્ત છે. તેમને શિવકુમાર સ્વામી સાથે મુલાકાત પણ કરી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં કર્ણાટક વિધાનસભા ઈલેક્શન પ્રચારમાં વ્યસ્ત છે. તેમને શિવકુમાર સ્વામી સાથે મુલાકાત પણ કરી. આ પહેલા વેપારીઓની એક સભામાં તેમને નરેન્દ્ર મોદી સરકાર પર તીખા પ્રહાર કર્યા તેમને જણાવ્યું કે રાષ્ટ્રીય સેવકસંઘ ના લોકો આજે દરેક મંત્રાલયમાં બેસી આદેશ આપી અલગ અલગ સંસ્થાનને તોડી રહ્યા છે. કર્ણાટકના દાવનગરે માં રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો કોંગ્રેસને વોટ આપવામાં આવે તો તેમની પાર્ટી આ સંસ્થાન ને આરએસએસ નિયંત્રણ મુક્ત કરશે.

બેકિંગ વ્યવસ્થા તોડી નાખી

બેકિંગ વ્યવસ્થા તોડી નાખી

રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક મંત્રીના કાર્યાલયમાં એક આરએસએસ વ્યક્તિ બેસીને આદેશ આપી રહ્યો છે તો તમે સંસ્થાનના અપમાન સિવાય બીજી કઈ આશા રાખી શકો છો. આ સંરચના ને કારણે દેશની બેકિંગ વ્યવસ્થા તોડી નાખી છે.

કઈ રીતે કોંગ્રેસ બેરોજગારીનો ઉકેલ લાવશે

કઈ રીતે કોંગ્રેસ બેરોજગારીનો ઉકેલ લાવશે

રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નીરવ મોદી અને મેહુલ ચોક્સી એવા લોકો છે જેઓ ભારતીય રિઝર્વ બેંકનું સમ્માન નથી કરતા. કોંગ્રેસ બેરોજગારી સમસ્યા કઈ રીતે ઉકેલશે તેના જવાબમાં રાહુલ ગાંધી એ જણાવ્યું કે તેઓ ખેતી અને નાના તેમજ માધ્યમ વેપાર ને પ્રોત્સાહન આપશે.

15 મોટા માણસો પાસે પૈસા

15 મોટા માણસો પાસે પૈસા

રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચીન રોજગાર આપવામાં સફળ છે કારણકે તેમની સરકાર કર્મચારીઓને કૌશલ પ્રશિક્ષણ આપે છે. તેમને જણાવ્યું કે મોદી સરકારમાં કોઈ કૌશલ નથી. રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેંકોએ નાના અને મધ્યમ વેપારને પણ લોન આપવી જોઈએ. પરંતુ આવા લાભ હાલમાં ખાલી ભારતીય વ્યવસાયના 15 મોટા માણસો જ લઇ રહ્યા છે.

English summary
Congress president rahul gandhi says rss men sitting in every ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X