For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: રાહુલ ગાંધીએ અજમેર શરીફમાં ચઢાવી ચાદર, પુષ્કરના બ્રહ્મા મંદિરમાં કરી પૂજા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અજમેર શરીફ પહોંચ્યા અને તેમણે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી અને અકીકતના ફૂલ અદા કર્યા.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. દરેક પક્ષ આ ચૂંટણી માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ ક્રમમાં જ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અજમેર શરીફ પહોંચ્યા અને તેમણે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી અને અકીકતના ફૂલ અદા કર્યા. આ દરમિયાન તેમની સાથે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સચિન પાયલટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા.

રાહુલ ગાંધીએ અજમેર દરગાહમાં ચાદર ચઢાવી

રાહુલ ગાંધીએ અજમેર દરગાહમાં ચાદર ચઢાવી

રાહુલ ગાંધીએ અહીં પરંપરાગત ઢંગથી જિયારત કરી અને ચૂંટણીમાં પક્ષની જીતની દુઆ માંગી. અજમેર શરીફના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી પુષ્કર રવાના થઈ ગયા. પુષ્કરમાં તેમણે બ્રહ્મા મંદિરમાં પૂજા અર્ચના કરી.

રાહુલ ગાંધી હાલમાં રાજસ્થાનના પ્રવાસે છે...

તમને જણાવી દઈએ કે ચૂંટણીના કારણે રાહુલ ગાંધી હાલમાં રાજસ્થાનના પ્રવાસે છે. આજે તેમની ત્રણ સ્થળોએ રેલી છે. તો વળી, આજે જ પીએમ મોદી પણ રાજસ્થાનમાં ત્રણ જગ્યાએ જનસભાને સંબોધિત કરવાના છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રાજસ્થાનમાં પોતાની પહેલી સભા કરશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે મતદાન છે. મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાના સાથે રાજસ્થાન ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

અજમેર શરીફ

અજમેર શરીફ

એવુ કહેવાય છે કે આ દર પર જે પણ આવે છે તેની દુઆ જરૂર સાંભળવામાં આવે છે. આ દરગાહમાં હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની મજાર છે. અહીં માત્ર મુસ્લિમો જ નહિ પરંતુ દુનિયાભરમાંથી દરેક ધર્મના લોકો ખેંચાઈ આવે છે. કહેવાય છે કે નિઝામ સિક્કા નામક એક સાધારણ પાણી ભરનારાએ એક વાર અહીં મોઘલ બાદશાહ હુમાયુને બચાવ્યા હતા. ઈનામ રૂપે તેને અહીં એક દિવસના નવાબ બનાવવામાં આવ્યા. નિઝાન સિક્કાનો મકબરો પણ દરગાહની અંદર સ્થિત છે.

સૂફી સંત મોઈનુદ્દીન ચિશ્તી

અજમેર શરીફમાં સૂફી સંત મોઈનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં ઉર્સ રૂપે 6 દિવસનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જ્યારે ખ્વાજા સાહેબ 114 વર્ષના હતા ત્યારે તેમણે પોતાને 6 દિવસ સુધી રૂમમાં બંધ કરીને અલ્લાહને પ્રાર્થના કરી.

પુષ્કરના બ્રહ્મા મંદિરની ખાસિયત

પુષ્કરને તીર્થોનું મુખ માનવામાં આવે છે. અહીં દેશનું એકમાત્ર બ્રહ્મા મંદિર છે. આનું નિર્માણ ગ્વાલિયરના મહાજન ગોકુલે કરાવ્યુ હતુ. બ્રહ્મા મંદિરની લાટ લાલ રંગની છે અને તેમાં બ્રહ્માના વાહન હંસની આકૃતિઓ છે. હિંદુઓ માટે પુષ્કર એક પવિત્ર સ્થળ છે.

English summary
Congress president Rahul Gandhi visited the dargah of Sufi saint Khwaja Moinuddin Chisti in Ajmer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X