મનોહર પાર્રિકરને ચિઠ્ઠી લખી રાહુલ ગાંધીએ કહ્યું- તમારા પરનું દબાણ સમજી શકું છું
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલની મુલાકાતે ચર્ચા જગાવી છે. પણજીમાં થયેલ આ મુલાકાતને લઈને સતત નિવેદનો થઈ રહ્યાં છે. આ અંગત મુલાકાતને લઈ ઉઠી રહેલા સવાલો બાદ રાહુલ ગાંધીએ મનોહર પાર્રિકરને ચિઠ્ઠી લખતા કહ્યું કે પાર્રિકરજીની સ્થિતિથી અંગે મારી સહાનુભૂતિ છે અને તેમના સારાં સ્વાસ્થ્ય માટે હું પ્રાર્થના કરું છું. તેમણે લખ્યું કે ગોવામાં અમારી બેઠક બાદ તેઓ પીએમથી ભારે દબાણમાં છે અને અમારા ઉપર પ્રહારો કરી તે પોતાની વફાદારી દેખાડી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ચિઠ્ઠીમાં લખ્યું કે ગોવામાં પર્રિકર સાથે અંગત મુલાકાત બાદ અમે કોઈપણ અહેવાલ સાર્વજનિક રીતે શેર નથી ક્યા. જ્યારથી અમારી મુલાકાત થઈ તે બાદ અમારા બે ભાષણોમાં અમે જેનો હવાલો આપ્યો તે પહેલેથઈ જ લોકોની વચ્ચે છે. તેમણે કહ્યું કે તેમના પર દબાણ બની રહ્યું હોય તેવો મારો અંદાજો છે.
જણાવી દઈએ કે મનોહર પાર્રિકર સાથે મુલાકાત બાદ સતત સમાચારનું બજાર ગરમ છે, જે બાદ મનોહર પાર્રિકરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે થયેલ શિષ્ટાચાર મુલાકાતનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કર્યો. પર્રિકરે સ્પષ્ટ કર્યું કે 5 મિનિટની મુલાકાતમાં રાફેલ વિમાન ડીલને લઈ કોઈ વાત નથી થઈ.
આકરા અને મોટા નિર્ણયો લેવા માટે પૂર્ણ બહુમતની સરકાર જરૂરીઃ સુરતમાં પીએમ મોદી