For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ પૂરઃ રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું છે?

પ્રકૃતિની સુંદરતા માટે જાણીતુ કેરળ આજે પ્રકૃતિની મારનો શિકાર છે. રાજ્યના 12 જિલ્લા સંપૂર્ણપણે પૂરગ્રસ્ત છે. રાજ્યના લાખો લોકો બેઘર થઈ ગયા છે અને સેંકડો લોકો મોતનો શિકાર.

|
Google Oneindia Gujarati News

પ્રકૃતિની સુંદરતા માટે જાણીતુ કેરળ આજે પ્રકૃતિની મારનો શિકાર છે. રાજ્યના 12 જિલ્લા સંપૂર્ણપણે પૂરગ્રસ્ત છે. રાજ્યના લાખો લોકો બેઘર થઈ ગયા છે અને સેંકડો લોકો મોતનો શિકાર. કેરળને પૂરા 8 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયુ છે. કેરળ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પાસે માંગ કરી છે તે તેઓ આ પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરે.

ચાલો વિસ્તારથી જાણીએ કે રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત થવાનો અર્થ શું થાય છે...

આપત્તિ સંચાલન અધિનિયમ

આપત્તિ સંચાલન અધિનિયમ

આપત્તિ સંચાલન અધિનિયમ 2005 અનુસાર કોઈ પણ આપત્તિને રાષ્ટ્રીય ઘોષિત કરવાની કોઈ વિશેષ જોગવાઈ નથી. જો કે બંધારણ મુજબ કેન્દ્ર સરકાદ કોઈ આપત્તિને રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરે તો તેને રાહત અને બચાવ કાર્ય માટે 100% ગ્રાન્ટ આપવી પડે છે. જો કેરળના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર આ વાત પર રાજી નહિ થાય કારણકે કેરળને ભારત સરકાર પહેલેથી જ નાણાકીય મદદ કરી રહ્યુ છે અને એનડીઆરએફની ટીમ પહેલેથી જ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

આ પણ વાંચોઃ કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરીઆ પણ વાંચોઃ કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરી

રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સંસ્થા

રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સંસ્થા

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સંસ્થાની રચના સંસદના અધિનિયમ અંતર્ગત ભારત અને અન્ય ક્ષેત્રમાં ક્ષમતા વિકાસ માટે એક પ્રમુખ સંસ્થાના રૂપમાં પોતાની ભૂમિકા નિભાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી છે. આ દિશામાં પ્રથમ પ્રયાસ સન 1995 માં રાષ્ટ્રીય આપત્તિ સંચાલન કેન્દ્રની રચના સાથે શરૂ થયો જે આગળ ચાલીને પોતાના નવા નામ રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સંસ્થાના રૂપમાં ઓળખાવા લાગ્યુ.

ખાસ વાતો

ખાસ વાતો

  • રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સંસ્થાને આપત્તિ સંચાલનના ક્ષેત્રમાં માનવ સંશાધન વિકાસ, ક્ષમતા નિર્માણ, તાલીમ, સંશોધન, રેકોર્ડિંગ અને નોડલ એજન્સી રૂપે જવાબદારી આપવામાં આવી છે.
    આપત્તિ સંચાલન કેન્દ્રના ઘણા કાર્યક્રમોનો ખર્ચ એનઆઈડીએમ દ્વારા કરવામાં આવે છે.
    આપત્તિ સંચાલન કેન્દ્રનો તાલીમ કાર્યક્રમ એનઆઈડીએમ દ્વારા આયોજિત વાર્ષિક તાલીમ સંમેલન દરમિયાન ચર્ચા વિચારણાના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે.
અમેરિકામાં નિયમ ઉલટો છે

અમેરિકામાં નિયમ ઉલટો છે

આ તો થઈ ભારતની વાત પરંતુ વિદેશોમાં આવુ નથી થતુ. અમેરિકામાં જો કોઈ તોફાનથી નુકશાન થાય તો ત્યાંના રાષ્ટ્રપતિ તેને રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરે છે ત્યારબાદ ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી રાહત કાર્યની જવાબદારી લે છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ કોવિંદે કેરળ સીએમ અને ગવર્નર સાથે વાતચીત કરીઆ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ કોવિંદે કેરળ સીએમ અને ગવર્નર સાથે વાતચીત કરી

English summary
Congress President Rahul Gnadhi Tweeted Dear PM, Please declare #Kerala floods a National Disaster without any delay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X