સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, નિર્માણ ક્ષેત્રના કામગારોની મદદનો કર્યો આગ્રહ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો કે કોરોના વાયરસના સંકટના કારણે નિર્માણ ક્ષેત્રમાં કામ કરતા કામગારો માટે ઈમરજન્સી પગલા લેવામાં આવે અને અમુક નિશ્ચિત રકમની મદદ તેમને આપવામાં આવે. પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યુ કે તેમને માહિતી મળી છે કે નિર્માણ કાર્યના કામગારોના કલ્યાણ માટે બનેલા રાજ્ય બોર્ડોએ ઉપકરના માધ્યમથી 31 માર્ચ, 2019 સુધી 49,688 કરોડ રૂપિયાની રકમનો સંગ્રહ કર્યો હતો અને આમાંતી માત્ર 19,380 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
તેમણે કહ્યુ, 'આપણે એક મહામારીનો સામનો કરી રહ્યા છે. એવામાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઘણા કડક પગલાંની જરૂર છે. આ પગલાથી આર્થિક ગતિવિધિઓ વ્યાપક રીતે અટકી ગઈ છે જેની અસંગઠિત ક્ષેત્ર પર ઘણી ખરાબ અસર થઈ છે.' લાખો પ્રવાસી કામગાર મોટા શહેરથી પોતાના કસ્બા અને ગામો તરફ કૂચ કરી ગાય છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ, હવે નિર્માણ ક્ષેત્રમાં કામ કરતા 4.4 કરોડથી વધુ કામગારોનુ ભવિષ્ય અધ્ધરતાલ છે. શહેરોને બંધ કરવાના કડક પગલાંથી ઘણા બધા કામગારો સામે આજીવિકાનુ સંકટ પણ પેદા થઈ ગયુ છે.
સોનિયા ગાંધીના જણાવ્યા મુજબ કેનાડા સહિત ઘણા દેશોએ કોરોના સંકટ વચ્ચે આર્થિક યોજના સામે રાખી છે. એવામાં અહીંની સ્થિતિને જોતા કામગારોના હિતમાં પગલા લેવાની જરૂર છે. તેમણે કહ્યુ કે નિર્માણ ક્ષેત્રમાં કામ કરતા કામગારો માટે ઈમરજન્સી પગલા લેવામાં આવે અને અમુક નિશ્ચિત રકમની મદદ તેમને આપવામાં આવે.
દેશમાં કોરોનાથી 10મુ મોત
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રોજ કોરોના વાયરસના પૉઝિટીવ કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 511 પૉઝિટીવકેસ સામે આવી ચૂક્યા છે. વળી, આમાંથી 44 દર્દીઓનો ઈલાજ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત ભારતમાં કોરોના વાયરસના કારણે 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસના કારણે 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી સ્થગિત