નોટબંધીના વિરોધ દેશભરમાં RBI સામે કોંગ્રેસે કર્યું પ્રદર્શન

Written By:
Subscribe to Oneindia News

ભારતીય રિઝર્વ બેન્કની સ્વાયત્તતા માંગણી કરતા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ બુધવારે મુંબઇ સ્થિત ભારતીય રિઝર્વ બેન્કના મુખ્ય કાર્યાલયમાં મેમો આપ્યો છે. ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ બુધવારે દેશભરની ભારતીય રિઝર્વ બેન્કની 25 ઓફિસો સામે મોદી સરકારના નોટબંધીના નિર્ણયનો વિરોધ કરતાં પ્રદર્શન કર્યું છે. મોદી સરકાર દ્વારા સાપ્તાહિક ઉપાડની રકમ 24,000 કરવામાં આવી છે, તેની સામે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.

rbi

મુંબઇમાં ભારતીય રિઝર્વ બેન્ક સામે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ લીડર આરએસ સુરજેવાલા, અશોક ચૌહાણ, સંજય નિરુપમ અને અન્ય થોડા લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. નાગપુરમાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારતીય રિઝર્વ બેન્કની સામે વિરોધ પ્રદર્શન કરતા હતા, જ્યાં પરસ્થિતિ કાબૂની બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આસામના ગુવાહાટીમાં પણ આરબીઆઇની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇએ પણ ભાગ લીધો હતો.

અહીં વાંચો - નોટબંધીઃ એક બેન્કરની નજરે

તો બીજી બાજુ, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સુશીલ કુમાર શિંદે, શંકરસિંહ વાઘેલા અને ભરત સિંહ સોલંકીને પોલીસે કસ્ટડીમાં લીધા છે. દિલ્હીના જંતર મંતર પર પરણ નોટબંધી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

English summary
Congress protest at RBI offices across the country over demonetization.
Please Wait while comments are loading...