For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી આયોગ પર કોંગ્રેસનો હુમલો, પીએમ મોદીની રેલીના કારણે બદલ્યો પીસીનો સમય

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. ચૂંટણી આયોગ આજે બપોરે 3 વાગે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. ચૂંટણી આયોગ આજે બપોરે 3 વાગે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. વળી, ચૂંટણમી આયોગના પ્રેસ કોન્ફરન્સના સમય અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસે કહ્યુ છે કે પીએમ મોદીની આજે અજમેર રેલીને જોતા પીસીનો સમય બદલવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આયોગની પ્રેસ કોન્ફરન્સ બપોરે 12.30 વાગે થવાની હતી જે હવે બપોરે 3 વાગે થશે.

randip surjeval

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ ચૂંટણી આયોગે પીસીના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા ટ્વિટ કર્યુ, 'ચૂંટણી આયોગે 5 રાજ્યોના ચૂંટણીની તારીખોની ઘોષણા માટે આજે 12.30 વાગે પીસીની ઘોષણા કરી. પીએમ મોદી બપોરે 1 વાગે અજમેરમાં રેલી કરી રહ્યા છે. આયોગે અચાનક પીસીનો સમય બદલીને બપોરે 3 વાગે કરી દીધો.' તેમણે સવાલ ઉઠાવ્યો કે ચૂંટણી આયોગની આઝાદી ક્યાં છે?

આ પણ વાંચોઃ પીએમ મોદી આજે અજમેરથી ફૂંકશે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું બ્યુગલઆ પણ વાંચોઃ પીએમ મોદી આજે અજમેરથી ફૂંકશે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ

તમને જણાવી દઈએ કે પીએમ મોદી મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાના સમાપન પર આજે અજમેર પહોંચી રહ્યા છે જ્યાં તે કાયડ વિશ્રામ સ્થળ પહોંચીને જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી અજમેર પહોંચ્યા બાદ બપોરે 1 વાગે રેલી સંબોધિત કરશે ત્યારબાદ 2.20 વાગે જયપુર જશે.

આ પણ વાંચોઃ અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારતઆ પણ વાંચોઃ અમેરિકી પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી તેલ ખરીદશે ભારત

English summary
congress questioned Independence of ECI after change in timing of press conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X