રાહુલ ગાંધીએ સંસદમાં લખીમપુર કાંડને લઈને રાખ્યો પ્રસ્તાવ, મંત્રી અજય મિશ્રાને હટાવવાની કરી માંગ
નવી દિલ્લીઃ સંસદ સત્ર દરમિયાન લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અજય કુમાર મિશ્રાને હટાવવાની માંગ ઉઠી. લખીમપુર ખીરી કાંડને લઈને સોનિયા ગાંધીના દીકરા તેમજ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો. રાહુલ ગાંધી તરફથી અજય કુમાર મિશ્રાને મંત્રી પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી. તેમણે કહ્યુ કે તેમનો દીકરો લખીમપુર ખીરી કાંડનો ગુનેગાર છે.
તમને જણાવી દઈએ કે ખેડૂતો બાદ હવે લખીમપુર કાંડને લઈને કેન્દ્ર સરકારની મુસીબતો વધી શકે છે. આ મુદ્દે વિપક્ષ આક્રમક છે. લખીમપુર કાંડમાં એસઆઈટીની તપાસ રિપોર્ટ બાદ કોંગ્રેસ, સપા સહિત બધા મુખ્ય વિપક્ષી દળો એક વાર ફરીથી હુમલા કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ લોકસભામાં લખીમપુર હિંસા અને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને લઈને સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે અમે ઈચ્છીશુ કેન્દ્ર સરકાર અજય કુમાર મિશ્રાને હટાવે.
રાહુલ ગાંધીએ મંગળવારે પણ આ મુદ્દે સરકાર સામે નિશાન સાધ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અમે લખીમપુરનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માંગીએ છીએ પરંતુ અમને આ મુદ્દે વાત રાખવા દેવામાં નથી આવી રહી. વળી, રાહુલ ગાંધીએ કહ્યુ કે હવે લખીમપુર પર એસઆઈટીનો રિપોર્ટ આવ્યો છે કે આ યોજનાબદ્ધ ષડયંત્ર હતુ. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને તેમના દીકરા પર પૂછેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યારે તેમણે પોતાની જીપ ખેડૂતો પર ચલાવી, તેમની પાછળ કઈ શક્તિઓ હતી? છૂટ કોણે આપી? કઈ શક્તિએ, તેને કેટલા દિવસ થઈ ગયા, કઈ શક્તિએ તેમને જેલમાંથી બહાર રાખ્યા, કઈ શક્તિ છે, એ જ શક્તિ છે, જેમણે તેમને બહાર કાઢ્યા છે. રાહુલ ગાંધીએ ત્યારબાદ ટ્વિટ કર્યુ હતુ કે ધર્મની રાજનીતિ કરો છો, આજે રાજનીતિનો ધર્મ નિભાવો, યુપીમાં ગયા જ હોય તો, માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળીને આવો. પોતાના મંત્રીને ન હટાવવા અન્યાય છે, અધર્મ છે.
Congress MP Rahul Gandhi moves adjournment motion in Lok Sabha over Lakhimpur Kheri incident demanding removal of MoS Home Ajay Kumar Mishra pic.twitter.com/PZVFEbIx49
— ANI (@ANI) December 15, 2021