સ્ટ્રેચર પર ઉંઘી રહેલ ધારાસભ્યની તસવીર દેખાડી શિવકુમારે સ્પીકર પાસે કરી સુરક્ષાની માંગણી
નવી દિલ્હીઃ પાછલા કેટલાય દિવસોથી કર્ણાટકમાં રાજનૈતિક ઘટનાક્રમ ચાલુ છે. એચડી કુમારસ્વામીની આગેવાનીવાળી કોંગ્રેસ-જેડીએસ સરકાર મુશ્કેલીમાં ઘેરાતી જઈ રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશે કુમારસ્વામીનું ટેન્શન વધારી દીધું છે. ગુરુવારે વિધાનસભામાં સીએમ કુમારસ્વામીએ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. ચર્ચા દરમિયાન પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ સુ્પ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપતા બહુમત પરીક્ષણ ટાળવાની માંગણી કરી. આ દરમિયાન સદનમાં બાગી ધારાસભ્યો સહિત 19 એમએલએ ગેરહાજર રહયા. જ્યારે એખ કોંગ્રેસી ધારાસ્ય શ્રીમંત પાટિલ મુંબઈના હોસ્પિટલમાં ઈલાજ કરાવવા માટે દાખલ થયા.
કોંગ્રસે ધારાસભ્યોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. સદનમાં કોંગ્રેસના દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે જે રિસોર્ટમાં ધારાસભ્યો રોકાયા છે, તેની સામે જ હોસ્પિટલ છે ત્યારે શ્રીમંત તેને છોડી મુંબઈમાં જઈ દાખલ થયા જે અસામાન્ય છે. તેમણે આની પાછળ ભાજપનો હાથ જણાવ્યો.
જ્યારે કોંગ્રેના સંકટમોચન બનનાર વરિષ્ઠ નેતા શિવકુમારે સદનમાં સ્ટ્રેચર પર ઉંઘેલ નેતાની તસવીર દેખાડી વિધાનસભા સ્પીકર સમક્ષ સુરક્ષાનો મસલો ઉઠાવ્યો. કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે જે ધારાસભ્ય હલ હોસ્પિટલમાં છે તેઓ બુધવારે સાંજ સુધી તેમની સાથે જ હતા. તેમણે ભાજપ પર જાણીજોઈને ધારાસભ્યોને દૂર રાખવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ જાણીજોઈ નાટક કરાવી રહ્યું છે. તેમણે કહ્યું કે 8 ધારાસભ્યો એક સાથે નિકળ્યા હતા, તેમાંથી એક શ્રીમંત પાટિલ હોસ્પિટલે પહોંચી ગયા. જેમની સ્ટ્રેચર પર ઉંઘતા હોવાની તસવીર સદનમાં દેખાડી. તેમણે સ્પીકર સમક્ષ કોંગ્રેસના ધારાસભ્યોની સુરક્ષાની પુકાર લગાવી.
અગાઉ શિવકુમારે કોંગ્રેસ-જેડીએસના તમામ બાગી ધારાસભ્યોને અપીલ કરી કે તેઓ વિવેકથી કાલ લેશે. તેમણે બાગી ધારાસભ્યોને કહ્યું કે હજુ સમય છે, અમને ભરોસો છે કે અમારા મિત્રોનું દિમાગ સારું કામ કરશે. જ્યારે કોંગ્રેસની ફરિયાદ પર સ્પીકરે સંજ્ઞાન લેતા ધારાસભ્ય શ્રીમંત પાટિલને લઈ રિપોર્ટ માંગી.
વિધાનસભામાં કુમારસ્વામી બોલ્યા, ભાજપને આટલી ઉતાવળ કેમ?