For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસઃ ‘મોદીનો નવો નારો - ભગોડોં કા સાથ, લૂટેરોં કા વિકાસ'

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના નિવેદન બાદ કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે નાણાંમંત્રી અરુણ જેટલી પર જબરદસ્ત હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના નિવેદન બાદ કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. કોંગ્રેસે નાણાંમંત્રી અરુણ જેટલી પર જબરદસ્ત હુમલો કર્યો છે. આ મામલે બપોરે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર અને નાણાંમંત્રી પર નિશાન સાધ્યુ. ત્યારબાદ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સૂરજેવાલાએ મોદી સરકાર પર હુમલો કર્યો. સૂરજેવાલાએ કહ્યુ કે એવુ લાગે છે કે મોદી સરકાર આજકાલ, 'ફ્લીસ, ફ્લાય એન્ડ ટ્રાવેલ એબ્રોડ' ટ્રાવેલ એજન્સી ચલાવી રહી છે. જ્યારે મેહુલ ચોક્સી દેશમાંથી ભાગે છે તો તે પહેલા ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં પ્રધાનમંત્રીજી સાથે જોવા મળે છે.

randeep surjewala

સૂરજેવાલાએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે જે પણ દેશના પૈસા લઈને ભાગે છે તે પ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે જ કેમ જોવા મળે છે? જ્યારે મોદી સરકાર દેશના પૈસા લૂંટનારાઓને પોતે જ ભગાડી દેશે તો દેશને કોણ બચાવશે? એટલા માટે કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીજીએ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યા અને માંગ કરી કે આની તપાસ કરવામાં આવે અને અરુણ જેટલીજી રાજીનામુ આપે. જો જેટલીને માલ્યાએ કહ્યુ હતુ કે તે લંડન જઈ રહ્યા છે તો તેમને રોકવાની કોશિશ કેમ ન કરવામાં આવી?

સૂરજેવાલાએ કહ્યુ કે 16 ઓક્ટોબર, 2015 ના રોજ સીબીઆઈ ધરપકડનો એક આઉટલુક જારી કરે છે પરંતુ ખબર નહિ કોણ એ નોટિસને બદલી દે છે. 28 ફેબ્રુઆરી 2016 ના રોજ દેશની 17 બેંકોએ સુપ્રિમ કોર્ટને જણાવ્યુ હતુ કે માલ્યા દેશ છોડીને ભાગી શકે છે. તેમછતાં સરકાર કોઈ પણ પગલાં લેતી નથી. 17 બેંક જેમના 9000 કરોડ રૂપિયા વિજય માલ્યા દ્વ્રારા લૂંટવામાં આવ્યા તે ઋણ વસૂલી અધિકરણમાં કેસ દાખલ કરે છે. 1 માર્ચના રોજ નાણાંમંત્રીને મળીને 2 માર્ચે 36 સૂટકેસ સાથે વિજય માલ્યા શાનથી ભાગી જાય છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી પર મહિલાના વેશમાં હુમલો કરી શકે છે આતંકવાદીઓઆ પણ વાંચોઃ પીએમ મોદી પર મહિલાના વેશમાં હુમલો કરી શકે છે આતંકવાદીઓ

સૂરજેવાલાએ કહ્યુ કે મોદીજી અને નાણાંમંત્રીજી, જણાવો કે 9000 કરોડના બેંક ફ્રોડ છતાં અને સીબીઆઈ દ્વારા એફઆઈઆર દાખલ કરાયા છતા વિજય માલ્યાની ધરપકડ કેમ કરવામાં ન આવી? કોના આદેશથી આ 17 બેંકોએ 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી એક ષડયંત્ર હેઠલ કેસ દાખલ ના કર્યો? નાણાંમંત્રીજીના એ જાણતા હોવા છતાં કે બેંકોએ 9000 કરોડનો કેસ કર્યો છે, એ જાણતા હોવા છતા કે વિજય માલ્યા સામે લુકઆઉટ નોટિસ છે નાણાંમંત્રીજી વિજય માલ્યા સાથે મંત્રણા કેમ કરી રહ્યા હતા?

અરુણ જેટલી પર હુમલો કરતા સૂરજેવાલે કહ્યુ કે શું આ કાનૂની અને નૈતિક રીતે યોગ્ય છે કે તેઓ ભાગેડુ સાથે મંત્રણા કરે? મોદી સરકારે વિજય માલ્યાને અબજો ડૉલરનું પેમેન્ટ કેવી રીતે લેવા દીધુ? મોદી સરકાર એક તરફ ભાગેડુની મદદ કરે છે અને બીજી તરફ રાજકોષને ચૂનો લગાવતા રહે છે. એક જૂઠ છૂપાવવા માટે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ 100 જૂઠ બોલી રહ્યા છે. મોદીજીનો નવો નારો છે - 'ભગોડોં કા સાથ, લૂટેરોં કા વિકાસ' બધુ મોદીજીની દેખરેખમાં થાય છે. ના તો સીબીઆઈ રોકે છે ના તો પોલિસ. ના વિદેશ મંત્રાલય પકડે છે અને ના તો નાણાં મંત્રાલય. આને જ તો કહેવાય જ્યારે મોદીજી ચોકીદાર છે તો કોનો ડર!

આ પણ વાંચોઃ નાણાંમંત્રીએ CBI અને ED ને માલ્યા સાથે મુલાકાતની વાત કેમ કહી નહિઃ રાહુલઆ પણ વાંચોઃ નાણાંમંત્રીએ CBI અને ED ને માલ્યા સાથે મુલાકાતની વાત કેમ કહી નહિઃ રાહુલ

English summary
congress Randeep Singh Surjewala attack on bjp vijay mallya Arun Jaitley
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X