For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મોદી સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડને બ્લેકલિસ્ટમાંથી કેમ કાઢ્યુ, આની તપાસ થાય'

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ રવિવારે કહ્યુ કે એ પણ સચ્ચાઈ સામે આવી જોઈએ કે છેવટે મોદી સરકારે બ્લેકલિસ્ટેડ ઓગસ્ટા વેસ્ટલેન્ડને રાતોરાત બ્લેકલિસ્ટમાંથી બહાર કેમ કાઢ્યુ.

|
Google Oneindia Gujarati News

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલીકોપ્ટર સોદા અંગે કોંગ્રેસે એનડીએ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોર્ટમાં ઉભા કરી દીધા છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ રવિવારે કહ્યુ કે એ પણ સચ્ચાઈ સામે આવી જોઈએ કે છેવટે મોદી સરકારે બ્લેકલિસ્ટેડ ઓગસ્ટા વેસ્ટલેન્ડને રાતોરાત બ્લેકલિસ્ટમાંથી બહાર કેમ કાઢ્યુ અને કેમ તેને મેક ઈન ઈન્ડિયામાં ભાગીદાર બનાવવામાં આવ્યા. સુરજેવાલાએ કહ્યુ, સત્ય તો એ છે કે ચોકીદાર પર જ ડાઘ છે.

randeep surjewala

સુરજેવાલાએ કહ્યુ કે આ કેસમાં સોનિયા ગાંધી કે બીજા નેતાનું નામ લેવુ માત્ર એક રચાયેલુ જૂઠ છે. સુરજેવાલાએ 2019માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવવા પર આ સમગ્ર મામલાની તપાસ કરાવવાની પણ વાત કરી છે. સુરજેવાલાએ ઓગસ્ટા વેસ્ટલેન્ડને બ્લેકલિસ્ટમાંથી હટાવવા ઉપરાંત વિદેશી નિવેશ બોર્ડને રોકાણની મંજૂરી અપાવવા પર પણમ સવાલ કર્યો. સુરજેવાલાએ કહ્યુ કે મોદી સરકાર ઓગસ્ટા વેસ્ટલેન્ડ અને ફિનમેકેનિકા સામે આંતરરાષ્ટ્રીય અદાલતોમાં ચાલી રહેલા બધા કેસ હારી ગયા અને અપીલ સુદ્ધા ન કરી.

સુરજેવાલાએ જણાવ્યુ, કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ અને તેની પેરેન્ટ કંપની ફિનમેકેનિકા પાસેથી ફેબ્રુઆરી 2010માં આંતરરાષ્ટ્રીય ટેન્ડરના માધ્યમથી 12 વીવીઆઈપી હેલીકોપ્ટર ખરીદવાનો સોદો નક્કી થયો જેની કિંમત 3,546 કરોડ રૂપિયા નક્કી થઈ. ફેબ્રુઆરીમાં 2013માં આના પર કંઈક શંકા થઈ તો યુપીએ સરકારે સીબીઆઈને તપાસ સોંપી દીધી. જાન્યુઆરી 2014માં યુપીએ સરકારે આ સોદાને રદ કરી દીધો. યુપીએ સરકારે કંપનીની 240 કરોડની બેંક ગેરેન્ટી જપ્ત કરી અને મિલાન, ઈટલીમાં આંતરરાષ્ટ્રીય બેંક ગેરેન્ટીની રિકવરી માટે કેસ દાખલ કર્યા.

સુરજેવાલાએ કહ્યુ, 2013માં ઓગસ્ટા વેસ્ટલેન્ડને બ્લેકલિસ્ટેડ કરવાની કાર્યવાહી યુપીએ સરકારે શરૂ કરી અને જુલાઈમાં 2014માં તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી પરંતુ ઓગસ્ટ 2014માં મોદી સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડને બ્લેકલિસ્ટમાંથી બહાર કાઢી દીધી. મોદી સરકારે આગામી વર્ષે માર્ચ 2015માં ઓગસ્ટા વેસ્ટલેન્ડ અને ફિનમેકેનિકાને મેક ઈન ઈન્ડિયાનો હિસ્સો બનાવ્યો. ત્યારબાદ આ કંપનીને ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાંથી મંજૂરી અપાવીને હેલીકોપ્ટર એ ડબ્લ્યુ-119 ઓગસ્ટા વેસ્ટલેન્ડને હિંદુસ્તાનમાં બનાવવાની મંજૂરી આપી. 2017માં મોદી સરકારે આ કંપનીને 100 હેલીકોપ્ટરની ખરીદીમાં હિસ્સેદાર બનાવી દીધી.

આ પણ વાંચો: રાજસ્થાન-એમપીમાં રાજકીય દુશ્મનાવટના કેસ પાછા લો નહિતર સમર્થન પાછુઃ માયાવતીઆ પણ વાંચો: રાજસ્થાન-એમપીમાં રાજકીય દુશ્મનાવટના કેસ પાછા લો નહિતર સમર્થન પાછુઃ માયાવતી

English summary
Congress randeep surjewala says Will probe why NDA government lifted ban on Agusta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X