કોંગ્રેસ ભાજપના સંકલ્પપત્રને ગણાવ્યુ ઝાંસા પત્રઃ રોજગાર પર ભાજપે કોઈ વાત ન કરી
લોકસભા ચૂંટણી 2019 માટે સોમવારે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીનું ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરી દીધુ. અમિત શાહે કહ્યુ કે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આ સરકારે પાયાગત સુવિધાઓને દેશના લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યુ છે. તેમણે દાવો કર્યો છે કે એક વાર ફરીથી ભાજપ પૂર્ણ બહુમતની સરકાર બનાવશે. વળી, ભાજપના આ ઘોષણાપત્ર પર કોંગ્રેસે નિશાન સાધ્યુ છે.

અમારી પાસે ભાજપની ખોટી ઘોષણાઓનું લિસ્ટઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે ભાજપની ખોટી ઘોષણાઓનું લિસ્ટ લઈને આવ્યા છે. આ ઘોષણાપત્રમાં ભાજપે નોકરી અને રોજગારની કોઈ વાત કરી નથી. બ્લેકમની પાછા લાવવા મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરતા કહ્યુ કે ભાજપે 80 લાખ કરોડ રૂપિયા કાળુ નાણુ લાવવા અને 15 લાખ બધાના બેંક ખાતામાં આપવાના વચન પર કોઈ વાત નથી કરી. ભાજપે 125 ખોટા વચનો પહેલેથી કર્યા છે.
|
કોંગ્રેસે ભાજપના સંકલ્પપત્રને ગણાવ્યુ ઝાંસા પત્ર
રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે નોટબંધી અને જીએસટી પર કોઈ કેન્દ્રીય મંત્રી કંઈ બોલ્યા નહિ. દેશમાં છેલ્લા 45 વર્ષોમાં બેરોજગારીનો દર સૌથી વધુ છે. આ દરમિયાન ચાર કરોડ 70 લાખ નોકરીઓ ગઈ છે. 5 વર્ષ બાદ દેશ પર દેવુ વધ્યુ છે. દેશની મહિલાઓ સુરક્ષિત નથી. દલિત મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. મહિલા સુરક્ષાના મુદ્દે ભાજપને ઘેરતા કોંગ્રેસે કહ્યુ કે ‘બેટી બચાવો' પણ એક જુમલો સાબિત થયો. સસ્તા પેટ્રોલ અને ડીઝલનું વચન આપનાર ભાજપે સરકારમાં આવ્યા બાદ એક્સાઈઝ ડ્યુટી વધારી દીધી. કોંગ્રેસે કહ્યુ કે સ્માર્ટ સિટી અને સ્કિલ ઈન્ડિયાના મુદ્દે કોઈ વાત કરી નહિ.

રોજગાર પર ભાજપે કોઈ વાત ન કરીઃ કોંગ્રેસ
આ પહેલા ભાજપના ઘોષણાપત્ર વિશે રાજનાથ સિંહે કહ્યુ કે રાષ્ટ્રવાદ પ્રત્યે તેમની સંપર્ણ પ્રતિબદ્ધતા છે. આતંકવાદ અને ઉગ્રવાદના વિરોધમાં ઝીરો ટૉલરન્સની નીતિને પૂરી દ્રઢતા સાથે ચાલુ રાખીશુ. સુરક્ષાબળોને આતંકવાદીઓનો સામનો કરવા માટે ફ્રી હેન્ડ નીતિ ચાલુ રહેશે. 35-એ ખતમ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ અનુચ્છેદ જમ્મુ કાશ્મીરના વિકાસ માટે બાધક છે. આ ઉપરાંત, કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત પાર્ટીએ ઘણી મોટી વાતોનો ઉલ્લેખ ઘોષણાપત્રમાં કર્યો છે.