For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tamil Nadu Election 2021: કોંગ્રેસે જાહેર કર્યો પોતાનો ચૂંટણી ઢંઢેરો

મંગળવારે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021 માટે કોંગ્રેસે પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ મંગળવારે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021 માટે કોંગ્રેસે પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે જેમાં સરકારી નોકરી અને દારૂબંધીની વાત કહેવામાં આવી છે. આ વિશે વાત કરતા તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરીએ કહ્યુ કે અમારી પાર્ટીએ હંમેશા જનતાના હિત માટે કામ કર્યુ છે. અમારા માટે રાજ્યનો વિકાસ અને જનતાનુ હિત જ પહેલી પ્રાથમિકતા છે. અમે સત્તામાં આવ્યા તો અમે સૌથી પહેલા દારૂબંધી કરીશુ. એટલુ જ નહિ સરકારી નોકરી માટે દરેક જિલ્લામાં 500 યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવશે. અમે યુવાનોને રોજગાર આપવા માટે યોજનાઓ લાગુ કરીશુ. અમે કમસે કમ 5 વર્ષો માટે સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યમીઓને કરમાં છૂટ આપીશુ.

congress

તમને જણાવી દઈએ કે 232 વિધાનસભા સીટો માટે અહીં 6 એપ્રિલે મતદાન થશે. કોરોના ગાઈડલાઈન્સનુ પાલન કરીને અહીં એક તબક્કામાં ચૂંટણી થશે. ચૂંટણી પરિણામ 2 મેના રાજો આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં AIADMKની સરકાર છે. વળી, આ વખતે AIADMK અને ભાજપ મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે જ્યારે વિપક્ષી દળ DMKએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનુ એલાન કર્યુ છે. સરકાર બનાવવાનો મેજિક નંબર 117 છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો AIADMK પાસે હાલમાં 134 અને DMK પાસે 89 સીટો છે. જ્યારે કોંગ્રેસ પાસે 8 અને IML પાસે એક સીટ છે.

DMKએ પહેલા જ જાહેર કર્રી દીધુ છે ઘોષણા પત્ર

તમને જણાવી દઈએ કે DMKએ શનિવારે જ પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરી દીધુ હતુ જેમાં તેણે પેટ્રોલ-ડીઝલ અને એલપીજીને સસ્તુ કરવા સહિત 7 મુખ્ય વચનો આપ્યા છે. સરકારે વચન આપ્યુ છે કે તે તમિલનાડુની અર્થવ્યવસ્થા, કૃષિ, જળ સંશાધન, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ અને સામાજિક ન્યાયના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરશે.

શું કહે છે ABP ન્યૂઝ અને સી વૉટરનો સર્વે

ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે તે દરમિયાન ABP ન્યૂઝ અને સી વૉટરનો સર્વે કહે છે કે આ વખતે રાજ્યમાં સત્તા પરિવર્તન સંભવ છે. સર્વે મુજબ અહીં કોંગ્રેસ-ડીએમકે ગઠબંધનને 161થી 169 સીટો મળી શકે છે. વળી, એનડીએ ગઠબંધનને 53થી 61 સીટો મળવાનુ અનુમાન છે. સર્વેમાં 40 ટકાથી વધુ લોકો એમકે સ્ટાલિનને આગલા મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે જ્યારે 29.7 ટકા મતદારોએ પલાનીસ્વામીને સીએમ પોસ્ટ માટે બેસ્ટ કહ્યા છે.

બંગાળમાં જીતની હેટ્રિક લગાવશે મમતા? જાણો ઓપનિયન પોલબંગાળમાં જીતની હેટ્રિક લગાવશે મમતા? જાણો ઓપનિયન પોલ

English summary
Congress releases its manifesto for Tamil Nadu Elections 2021 at the party office in Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X