For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો યુપીમાં મોટો દાવ, 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે!

કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ 2022 ની યુપી ચૂંટણીને લઈને મંગળવારે મોટી જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી મહિલાઓને 40 ટકા ટિકિટ આપશે.

By Desk
|
Google Oneindia Gujarati News

લખનઉ, 19 ઓક્ટોબર : કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ 2022 ની યુપી ચૂંટણીને લઈને મંગળવારે મોટી જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ વખતે કોંગ્રેસ પાર્ટી મહિલાઓને 40 ટકા ટિકિટ આપશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારો સંકલ્પ છે કે મહિલાઓ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સંપૂર્ણ રીતે ભાગ લે. પ્રિયંકા ગાંધીએ મહિલાઓને 40 ટકા ટિકિટ આપવા પાછળનું કારણ પણ સમજાવ્યું હતું.

Priyanka Gandhi

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે તે 2019 ની ચૂંટણી પ્રચાર દરમિયાન યુપી આવી ત્યારે અલ્હાબાદ યુનિવર્સિટીની કેટલીક છોકરીઓ મને મળી. યુવતીઓએ જણાવ્યું કે કેવી રીતે યુનિવર્સિટી અને હોસ્ટેલના નિયમો છોકરી અને છોકરીઓ માટે અને છોકરાઓ માટે અલગ છે. આ નિર્ણય તેમના માટે લેવામાં આવ્યો છે. મેં એ દરેક મહિલાઓ માટે આ નિર્ણય લીધો છે, જેમને ગંગા યાત્રા દરમિયાન મારી હોડીને ગંગા કિનારે બોલાવી કહ્યું કે અમારા ગામમાં કોઈ શાળા નથી. હું મારા બાળકોને ભણાવવા માંગુ છું.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ નિર્ણય પ્રયાગરાજની એક છોકરી પારો માટે લેવામાં આવ્યો છે, જેણે મારો હાથ પકડીને કહ્યું કે, દીદી જ્યારે તે મોટી થશે ત્યારે હું નેતા બનવા માંગુ છું. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ અને હાથરસની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ નિર્ણય તે બધા માટે છે.

ઉલ્લેખનિય છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આગાવી વર્ષે યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈને અત્યારથી જ કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ ભાજપ સામે મોર્ચો ખોલ્યો છે. હાલ પ્રદેશમાં રાજનીતિ ચરમસીમાં પણ છે.

English summary
Congress's big bet in UP, Congress will give 40 per cent tickets to women!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X