For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉંગ્રેસ પાર્ટી શરમ વગરની - આદિત્ય ઠાકરે

|
Google Oneindia Gujarati News

Aditya-Thackeray
મુંબઈ, 17 સપ્ટેમ્બર : અત્યાર સુધી શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેના ઉગ્ર નિવેદનો સમગ્ર દેશમાં ચર્ચાતા હતાં, પણ હવે જુનિયર ઠાકરેની ગર્જનાથી પણ લોકો વાકેફ થઈ ગયા છે.

આદિત્યના નિવેદનો પણ ઠાકરેની જેમ જ તીખા હોય છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ આદિત્ય ઠાકરેની.

ઠાકરે ખાનદાનની ત્રીજી પેઢી પણ પોતાના વડીલોની જેમ ઘણી આક્રમક અને ઉગ્ર છે.

ડીઝલની કિંમતોમાં વધારાની વિરુદ્ધ યોજવામાં આવેલી રેલીમાં યુવા નેતા આદિત્ય ઠાકરેએ પોતાના ઉગ્ર તેવર દાખવી દીધાં.

22 વર્ષીય આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે કૉંગ્રેસને સંભળાવવાનું અને દેખાવાનું બંધ થઈ ગયું છે. તે ભુલી ગઈ છે કે કાનની નીચે જ્યારે તમાચો પડે, તો તેનો અવાજ કેવો હોય છે? લાગે છે કે કોઈક દિવસ ટ્રેલર બતાવવું પડશે. તેમણે જણાવ્યુ હતું કે કૉંગ્રેસ શરમ વગરની થઈ ગઈ છે. આદિત્ય ઠાકરેએ સમગ્ર પ્રવચન મરાઠીમાં આપ્યું.

આ અગાઉ શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેએ પણ ડીઝલ મુલ્યવૃદ્ધિ અંગે સોનિયા ગાંધી તેમજ મનમોહન સિંહ ઉપર ઉગ્ર પ્રહારો કર્યા હતાં.

શિવસેના સુપ્રીમોએ જણાવ્યુ હતું કે મૂલ્યવૃદ્ધિ આતંકવાદી હુમલા જેવી છે અને સોનિયા-મનમોહન બંને કસાબ કરતાં ઓછા નથીં. શિવસેના ડીઝલની કિંમતોમાં વૃદ્ધિનો વિરોધ કરી રહી છે. તેથી તેણે મુંબઈમાં વિરોધ રેલી યોજી હતી.

English summary
Congress is shameless Party and We will fight this battle against rising diesel prices till the end said said Aditya Thackeray, Shiv Sena chief Bal Thackeray’s grandson.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X