2 મેગા રેલી સાથે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે, આ મોટા નેતાઓ જાહેરાત કરી

કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણી 2024 માટે 5 એપ્રિલે તેનો મેનિફેસ્ટો જાહેર કરવા જઈ રહી છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આ માહિતી ટ્વિટર પર આપી.

કેસી વેણુગોપાલે ટ્વીટમાં લખ્યુ કે, પાર્ટી 5 એપ્રિલે તેનો મેનિફેસ્ટો જાહેર કરશે. મેનિફેસ્ટોના વિમોચન સાથે 6 એપ્રિલે જયપુર અને હૈદરાબાદમાં બે મેગા રેલીનું આયોજન કરવામાં આવશે.

Congress

જયપુર રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મેનિફેસ્ટો વાંચશે અને રેલીને સંબોધશે.

કેસી વેણુગોપાલે લખ્યું કે, સાંસદ રાહુલ ગાંધી હૈદરાબાદમાં મેનિફેસ્ટો લોન્ચ કરવા સાથે રેલીને સંબોધશે. તેમણે કહ્યું કે દેશભરમાં જનતા સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી કોંગ્રેસ 5 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મુખ્યાલયમાં તેનુ વિઝન ડોક્યુમેન્ટ મેનિફેસ્ટો જારી કરશે.

કેસી વેણુગોપાલે કહ્યું કે, અમારું ધ્યાન હંમેશા દેશને કલ્યાણલક્ષી, વિકાસ તરફી અભિગમ આપવા પર છે. અને તેને ચૂંટણી દરમિયાન જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ 16 માર્ચે ઘર-ઘર ગેરંટી અભિયાનની સાથે જનતા માટે પંચ ન્યાય અને પચ્ચીસ ગેરંટી અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત દેશભરમાં આઠ કરોડ ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X