
રાહુલ ગાંધીનો આજે 52 મો જન્મ દિવસ, સમગ્ર દેશના નેતાઓ પાઠવી શૂભેચ્છા
ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંદીનો આજે 52 મો જન્મદિવસને લઇને સમગ્ર દેશનમાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ સાથે જ અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય પાર્ટીના નેતાઓએ પણ રાહુલ ગાંધીને જન્મ દિવસની શૂભકામના પાઠવીને લાંબા આયુષ્યની કામના કરી હતી.
કૉંગ્રેસના અધ્યક્ષતા સોનિયા ગાંધીની તબિયત કોરોનાને લીધે ખરાબ હોવાથી હાલ રાહુલ ગાંધી દ્વારા જન્મ દિવસની ઉજવણી નહી કરવાનો નિર્ણણય લીધો છે. તેમ છતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેને સેવા દિવસ તરીકે ઉજવાની તૈયારી કરી રહ્યા છે. સેવા દિવસ નિમિતે કૉંગ્રેસના કાર્યકર્તાઓ જરૂરિયાત મંદોની મદદ કરીને આ દિવસની ઉજવણી કરશે.
કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટરના માધ્યમથી શૂભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતુ કે, "રાહુલ ગાંધીને તેમના જન્મ દિવસની શૂભકામના હુ તેમના લાબા આયુષ્યની કામના કરુ છુ."
છત્તીસગઢના મુખ્યમત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિહે પણ રાહુલ ગાંધીને શૂભ કામના પાઠવી હતી. તેમણે જણાવ્યુ હત કે, "રાહુલ ગાંધી નફરત વચ્ચે પ્રેમની વાત કરે છે, ડરની વચ્ચે નિર્ભય રહેવાની વાત કરે છે."
આ ઉપરાંત કોંગ્રેસના નેતા સચિન પાયલટ, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગોડા સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને જન્મ દિવસની શૂભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, "રાહુલ ગાંધી ખૂબજ સારા માણસ છે અને માનવીય અને સર્વસમાવેશક સમાજ માટે ખૂબ પ્રતિબદ્ધ છે. હૂં તેમને જન્મ દિવસની શૂભકામના પાઠવુ છુ. "હુ ઇચ્છુ કે તેમની દ્રષ્ટી અને સંવદેનશીલતા આપણી આસપાસની સંદવેદન શીલ માનસિક્તાને હરાવી દે"
રાહુલ ગાંધીને અભિનંદન આપતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યુ હતુ કે, "હેપ્પી બર્થ ડે રાહુલ ગાંધીજી ભગવાન તમારુ ભલુ કરે" લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ડીએમકે નેતા અને તમિલનાડૂના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, જેએમએમ નેતા અને ઝારંખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, નેશનલ કોન્ફરન્સનાન ેતા ઓમર અભ્દુલ્લા, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય ઘણા નેતાઓએ રાહુલ ગાંધીને જન્મ દિવસના અભિનંદ્ન પાઠવ્યા છે.