For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...જ્યારે ભાજપથી નારાજ થઈ કોંગ્રેસ જોઈન કરવા પાર્ટી ઑફિસે આવી પહોંચ્યા 'નરેન્દ્ર મોદી'

જ્યારે ભાજપથી નારાજ થઈ કોંગ્રેસ જોઈન કરવા પાર્ટી ઑફિસે આવી પહોંચ્યા 'નરેન્દ્ર મોદી'

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સ્થિત કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં બુધવારે કોંગ્રેસના કાર્યકર્તા એ સમયો ચોંકી ઉઠ્યા જ્યારે એમણે અચાનક પાર્ટી ઑફિસના પરિસરમાં 'નરેન્દ્ર મોદી'ને લટાર મારતા જોયા. જો કે તુરંત લોકોને અહેસાસ થયો કે આ પીએમ મોદી તો ન હોય શકે, એમની જેવો દેખાતો કોઈ વ્યક્તિ હોય શકે છે. અને આવું જ કંઈક થયું હતું, તેઓ અન્ય કોઈ નહિ બલકે નરેન્દ્ર મોદી જેવા જ દેખાતા અભિનંદન પાઠક હતા. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ તરફથી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરશે. જણાવી દઈએ કે શરૂઆતના દિવસોમાં તેઓ ખુદને નરેન્દ્ર મોદીનો નાનો ભાઈ હોવાનો દાવો કરતો હતો. અહીં વિસ્તૃતથી જાણો...

રાજ બબ્બરથી મુલાકાત કરીને આ વાત કહી

રાજ બબ્બરથી મુલાકાત કરીને આ વાત કહી

અભિનંદન પાઠકને કોંગ્રેસી કાર્યકર્તાઓએ જ્યારે મુખ્યાલય પરિસરમાં જોયો ત્યારે એમને સવાલ કરવા લાગ્યા. કાર્યકર્તાઓ એમને પૂછવા લાગ્યા કે 15 લાખ મારા ખાતામાં ક્યારે આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપ પર કાળુંધન પરત લાવવાના અને 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આપવાના વાયદાથી ફરી ગયા હોવાનો કોંગ્રેસ આરોપ લગાવી રહી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓના આવા સવાલ પર મોદીનો હમશક્લ ચૂપ થઈ ગયો. એમણે કહ્યું કે આવા સવાલોએ જ મને કોંગ્રેસ પાર્ટી તરફ આવવા માટે મજબૂર કર્યો છે. મેં લોકસભા 2019માં ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાનું મન બનાવી લીધું છે. એમણે બુધવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર સાથે પણ મુલાકાત કરી હતી.

લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અભિનંદન પાઠક

લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અભિનંદન પાઠક

અભિનંદન પાઠક સહારનપુરના રહેવાસી છે. એમણે કહ્યું કે અગાઉ ચૂંટણી પ્રચારમાં ભાજપે એમનો ભારે ઉપયોગ કર્યો. 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી અને 2017 ઉત્તર વિધાનસબા ચૂંટણીમાં પીએમ મોદીની રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. તેઓ 1999માં લોકસભા અને 2012માં વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. અભિનંદન પાઠકે કહ્યું કે 'મેં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને અપીલ કરી છે કે તેઓ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મારી મુલાકાત કરાવશે જેથી હું એમને મારી ઈચ્છા જણાવી શકું.'

એરપોર્ટ પર ચહેરો બનશે બોર્ડિંગ પાસ, આઈડી કાર્ડની જરૂર નથી એરપોર્ટ પર ચહેરો બનશે બોર્ડિંગ પાસ, આઈડી કાર્ડની જરૂર નથી

કોંગ્રેસ જોઈન કરવાની અરજી

કોંગ્રેસ જોઈન કરવાની અરજી

જણાવી દઈએ કે અભિનંદન પાઠક મોદીના હમશકલ તરીકે પોતાની ઓળખાણ બનાવી ચૂક્યા છે. કેટલાય ટીવી ચેનલોમાં જે શખ્સને મોદીના હમશક્લ તરીકે દેખાડવામાં આવ્યો છે તે હવે કોંગ્રેસના આંગણે પહોંચી ગયો છે. બધું જ ઠીક રહ્યું તો અભિનંદન પાઠક કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

સતત 11મા વર્ષે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર ભારતીય, પતંજલિના બાલકૃષ્ણની આવક ઘટી સતત 11મા વર્ષે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર ભારતીય, પતંજલિના બાલકૃષ્ણની આવક ઘટી

English summary
For once, Congress workers at UPCC headquarters were bewildered to see Narendra Modi walking towards the main building on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X