અમેઠીમાં કોંગ્રેસીઓએ ભાજપના કાર્યકર્તાઓને ફટકાર્યા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમેઠી, 7 મે: એક તરફ સ્મૃતિ ઇરાની અને પ્રિયંકાની પીએ વચ્ચે અથડામણ અને બીજી તરફ કોંગ્રેસીઓનો આતંક. જી હાં અમેઠી પોતે પોતાની કહાણી પોલિંગ દરમિયાન વ્યક્ત કરી રહી છે. અહીં પર કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાએ ગૌરીગંજની પાસે ભાજપના એક કાર્યકર્તાની જોરદાર ધોલાઇ કરી. ખાસ વાત એ છે કે કે પોલીસ મૂક દર્શક બની રહીને જોઇતી રહી.

પોલીસના મૂક દર્શક બનીને ઉભા રહેવાનું સૌથી મોટું કારણ છે આ સીટ પર કોંગ્રેસનો કબજો હોવો, પરંતુ આવી સ્થિતીમાં કોંગ્રેસની આ સીટ બચી શકશે, તેના પર પ્રશ્ન થઇ રહ્યાં છે.

congress-bjp-fight-amethi

અમેઠીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસનો સપોર્ટ કરી રહેલા આપ નેતા દિલીપ પાંડેએ પોલિંગ દરમિયાન અવ્યવસ્થાનો દાવો કરતાં કહ્યું હતું કે અમેઠીમાં ઇમરજન્સી જેવી પરિસ્થિતી છે. આપ નેતાએ કહ્યું કે આ જિલ્લાનું વહિવટીતંત્ર અને ચૂંટણી કમિશનના અધિકારીઓ એક પાર્ટી માટે કામ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના નેતા તથા પૂર્વ પત્રકાર આશુતોષે કહ્યું કે અમેઠીમાં તો એવું લાગી રહ્યું છે કે ચૂંટણી કમિશનનું કોઇ અસ્તિત્વ નથી.

English summary
Congress workers beaten up a BJP worker in Ameti constituency of Uttar Pradesh today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X