For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશ: નગ્માની નજીક જવા માટે કોંગ્રેસીઓની અંદર અંદર મારામારી

મધ્યપ્રદેશના શિવપુરીમાં પ્રચાર માટે પહોંચેલી કોંગ્રેસ નેતા નગ્માના સ્ટેજ પર તે સમયે હંગામો થયો જયારે તેની નજીક પહોંચવા માટે કોંગ્રેસના નેતાઓ અંદર અંદર લડવા લાગ્યા.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના શિવપુરીમાં પ્રચાર માટે પહોંચેલી કોંગ્રેસ નેતા નગ્માના સ્ટેજ પર તે સમયે હંગામો થયો જયારે તેની નજીક પહોંચવા માટે કોંગ્રેસના નેતાઓ અંદર અંદર લડવા લાગ્યા. આ દરમિયાન કાર્યકર્તાઓમાં ખુબ જ ધક્કા-મુક્કી અને મારપીટ પણ થઇ. આખરે સિનિયર નેતાઓ વચ્ચે આવ્યા અને કાર્યકર્તાઓને સમજાવીને શાંત કર્યા, ત્યારે નગ્માની સભા શરુ થઇ શકી.

આ પણ વાંચો: વીડિયો: અડધી રાત્રે નગ્મા રસ્તા પર પહોંચી, જાણો કારણ..

નગ્માને પણ સંભળાવી

નગ્માને પણ સંભળાવી

ફિલ્મી દુનિયાથી રાજનીતિમાં આવેલી નગ્માના સ્વાગત માટે કાર્યકર્તાઓમાં વિવાદ થઇ ગયો. સોમવારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રચાર માટે આવેલી નગ્માનું સ્વાગત કરવા માંગતા હતા. પરંતુ કેટલાક લોકો ઘ્વારા સ્વાગત કર્યા પછી બાકીના લોકોને રોકી દેવામાં આવ્યા, તેને કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓ ગુસ્સે થયા અને અંદર અંદર લડવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ જયારે નગ્માએ તેમને રોકવાની કોશિશ કરી ત્યારે કેટલાક કાર્યકર્તાઓએ નગ્માને પણ સંભળાવી દીધી.

નગ્માને પણ ગુસ્સો આવ્યો

નગ્માને પણ ગુસ્સો આવ્યો

નગ્માના સમજાવ્યા છતાં પણ જયારે હંગામો થતો રહ્યો ત્યારે નગ્માને પણ ગુસ્સો આવી ગયો. નગ્માએ એક નેતાના હાથમાંથી માઈક ખેંચીને સભાને સંબોધિત કરવાનું ચાલુ કરી દીધું. ત્યારપછી કાર્યકર્તાઓ શાંત થયા. આપને જણાવી દઈએ કે નગ્મા કોંગ્રેસની સ્ટાર પ્રચારક છે.

નગ્માનો શિવરાજ સરકાર પર નિશાનો

નગ્માનો શિવરાજ સરકાર પર નિશાનો

મધ્યપ્રદેશના ગ્વાલિયર, શિવપુરી, કરેરા, ડબરામાં સભા કરીને નગ્માએ કોંગ્રેસ માટે વોટ માંગ્યા. આ દરમિયાન તેમને શિવરાજ સિંહ અને ભાજપની જોરદાર આલોચના કરી મધ્યપ્રદેશ સરકારને દરેક મોરચે વિફળ ગણાવી. નગ્માએ કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં વિકાસ અંગે ફક્ત જૂઠ ફેલાવી રહ્યા છે. તેઓ જ્યાં પણ ગયા છે ત્યાં રસ્તાની હાલત ખુબ જ ખબર છે.

English summary
congress workers fight over nagma welcome in shivpuri madhya pradesh elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X