Uttar Pradesh Assembly Election 2022 : રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી દ્વારા કોંગ્રેસ યુવા મેનિફેસ્ટો જાહેર કર્યો
Uttar Pradesh Assembly Election 2022 : મહિલાઓ બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ યુવાનો માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે એટલે કે 21 જાન્યુઆરીના રોજ દિલ્હી હેડક્વાર્ટર ખાતે યુવાનો પર કેન્દ્રિત મેનિફેસ્ટો સંયુક્ત રીતે બહાર પાડ્યો છે. તેને 'રિક્રુટમેન્ટ લેજિસ્લેશન' નામ આપવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ મેનિફેસ્ટોમાં કોઈ પોકળ દાવા નથી, તે એક વિચાર છે. ઉલ્લેખનીય છે કે, આ ભરતી મેનિફેસ્ટોમાં પાંચ વિભાગ છે, જેમાં યુવાનોની વિવિધ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ચર્ચાઓમાંથી આ ભરતી મેનિફેસ્ટો બહાર આવ્યો છે
ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, આ 'ભરતી મેનિફેસ્ટો' બનાવવા માટે અમારા નેતાઓ અને કાર્યકરોએ સમગ્ર ઉત્તર પ્રદેશના યુવાનો સાથે વાતકરી અને તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું હતું. તે ચર્ચાઓમાંથી આ ભરતી મેનિફેસ્ટો બહાર આવ્યો છે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, આજે ચૂંટણીમાં જાતિ આધારિત અને કોમવાદી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે, સકારાત્મક વસ્તુઓ થાય અને તમારીભવિષ્યની વસ્તુઓ થાય, જેથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બની શકે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે આજે ભારતને એક નવા વિઝનની જરૂર છે. 2014માં ભાજપે જે વિઝન રજૂ કર્યું હતું, તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આજે ભાજપના લોકોજ કહી રહ્યા છે કે, ક્યાંક કંઇક ખોટું છે.
|
કોંગ્રેસ આવા ખોટા નિર્ણયો ક્યારેય ન લઇ શકે
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં અમારી સરકાર છે ત્યાં રોજગારની સ્થિતિ ઉત્તર પ્રદેશ કરતા સારી છે. યુપીએના સમયનો રેકોર્ડ પણ આજની સરખામણીએઘણો સારો રહ્યો છે. અમે ઉત્તર પ્રદેશ માટે જે જાહેરાતો કરી રહ્યા છીએ તે અમારા અનુભવમાંથી બહાર આવી છે.
આ દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકોએ રોજગાર ગુમાવ્યો છે, તેનું કારણ નોટબંધી, અયોગ્ય GST અનેકોરોના લોકડાઉન છે. કોંગ્રેસ આવા ખોટા નિર્ણયો ક્યારેય ન લઇ શકે.

કોંગ્રેસનો ભરતી મેનિફેસ્ટો
કોંગ્રેસના આ ભરતી મેનિફેસ્ટોમાં પાંચ વિભાગ છે, જેમાં યુવાનોની વિવિધ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- પ્રાથમિક શાળાઓમાં 1.5 લાખ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- મહિલાઓ માટે 8 લાખ જગ્યા રાખવામાં આવશે.
- 20 લાખ સરકારી નોકરીની ગેરેન્ટી.
- માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, પોલીસ વગેરે વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- સંસ્કૃત શિક્ષક, ઉર્દૂ શિક્ષક, આંગણવાડી, આશા વગેરેની તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- ભરતી પ્રક્રિયામાં ખોવાયેલો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે, તમામ પરીક્ષા ફોર્મની ફી માફ કરવામાં આવશે અને પરીક્ષા આપવા માટે બસ, ટ્રેનની મુસાફરી મફત
- રહેશે.
- એક ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે, જેમાં ભરતીની જાહેરાત, પરીક્ષા, નિમણૂકની તારીખો નોંધવામાં આવશે. જેના ઉલ્લંઘન માટે કડક કાર્યવાહી કરવામાં
- આવશે.
- અનામતના કૌભાંડને રોકવા માટે દરેક ભરતી માટે સામાજિક ન્યાય નિરીક્ષક હશે.
- શિક્ષણનું બજેટ વધારવામાં આવશે અને તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને અપગ્રેડ કરવામાં આવશે.
- યુવાનોને રોજગારી માટે નવી તકો પૂરી પાડવામાં આવશે.
- મલ્લાઓ અને નિષાદ માટે વિશ્વ કક્ષાની સંસ્થા બનાવવામાં આવશે, જેમાં તેમને તાલીમ આપવામાં આવશે.
- સૌથી પછાત સમુદાયના યુવાનોને તેમનો વ્યવસાય શરૂ કરવા માટે 1 ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવશે.
- રાજ્યના યુવાનોને ડ્રગ્સની જાળમાંથી દૂર કરવા માટે એક સેન્ટર ખોલવામાં આવશે, જે યુવાનોનું કાઉન્સેલિંગ કરશે.
- આ ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવશે.