• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ગર્લફ્રેન્ડ સાથે ઇચ્છાથી થયેલું સેક્સ બળાત્કાર નહીં, પરંતુ...'

|

નવી દિલ્હી, 21 મે : જો કોઇ વ્યક્તિ પોતાની સગીર ગર્લફ્રેન્ડની સહમતીથી સેક્સ સંબંધ બાંધે છે તો તે વ્યક્તિ પર બળાત્કારનો આરોપમાં કેસ ચાલશે નહીં, જોકે શરત એ છે કે તે તેની મિત્ર સાથે લગ્ન કરવા ઇચ્છતો હોય. આ નિર્ણય સોમવારે સુપ્રિમ કોર્ટે સંભળાવ્યો.

ન્યાયમૂર્તિ બીએસ ચૌહાણ અને ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની ખંડપીઠે કહ્યું કે જો યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હોય અને તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે, અને બાદમાં કોઇ કારણસર તેમના લગ્ન નથી થઇ શકતા તો આવામાં વ્યક્તિ બળાત્કારનો આરોપી ઘણી શકાશે નહીં.

ન્યાયાધીશે જણાવ્યું કે 'કોર્ટે એ તથ્યોનુ પરિક્ષણ કરવું જોઇએ કે શું આરોપીએ શરૂઆતમાં લગ્ન કરવા માટે ખોટો વાયદો તો ન્હોતો કર્યો ને. અને શું શારિરીક સંબંધના સ્વરૂપ અને પરિણામને સંપૂર્ણ રીતે સમજતા તેની સહમતિ આપવામાં આવી હતી.'

relationship
એવું પણ થઇ શકે છે કે પીડિત આરોપી પ્રત્યે પોતાના પ્રેમ અને આસક્તિના કારણે શારિરીક સંબંધ માટે તૈયાર થઇ ગઇ હોય અને આરોપી દ્વારા ખોટી છબિ રજૂ કરવાના કારણે એવું નથી થયું અથવા લગ્ન કરવાની ઇચ્છા ધરાવવા છતા આરોપી પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે તેની સાથે લગ્ન કરવામાં અસમર્થ રહ્યો હોય.

ન્યાયાધીશોએ સ્પષ્ટ જણાવી દીધું કે આવા મામલામાં અલગ નજરીયાથી જોવાની જરૂર છે. ન્યાયાધીશે કહ્યું કે બળાત્કાર અને સહમતીથી સેક્સ સંબંધ સ્થાપિત કરવામાં ખૂબ જ અંતર છે. ન્યાયાધીશોએ કહ્યું કે એક આરોપીને બળાત્કારના અપરાધમાં માત્ર એજ સ્થિતિમાં દોષી ઠેરવામાં આવી શકે છે જો કોર્ટ એ નિર્ણય પર આવે કે તેણે બદઇરાદાથી સંબંધ બાંધ્યો હતો.

English summary
Consensual sex with intention to marry is not rape: Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more