જમ્મુ-કાશ્મીરઃ માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ નાકામ, 3 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સેનાએ ઘુસણખોરીની કોશિશ નાકામ કરી દીધી છે. સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. જ્યારે આ દરમ્યાન એક કેપ્ટન અને બે જવાન પણ શહીદ થઈ ગયા. ઘાયલ થયેલ કોન્સ્ટેબલ સુદીપ સરકારે રવિવારે અંતિમ શ્વાસ લીધા. હજી પણ ઓપરેશન ચાલુ છે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સતત પાકિસ્તાન તરફતી ઘુસણખોરીની કોશિશ થતી રહે છે, જેને પોલીસ અને સેવાના જવાન નાકામ કરી દે છે. પાછલા દિવસોમાં પાકિસ્તાનના આતંકીઓનું એક મોટું ષડયંત્ર કાશ્મીરમાં નાકામ કરવામાં આવ્યું હતું અને 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
ઘુસણખોરી કરતા એક આતંકીને ઠાર માર્યો
ભારતીય સેનાએ રવિવારે જાણકારી આપી કે 7 અને 8 નવેમ્બરની રાત દરમ્યાન માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સંદિગ્ધ ગતિવિધિઓ જોવા મળી. ઘુસણખોરી કરતા આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો. આ દરમ્યાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો. તેની પાસેથી એક એકે 47 અસોલ્ટ રાઈફલ અને બે બેગ જપ્ત કરવામા આવ્યા. ઓપરેશન દરમ્યાન એક કેપ્ટન અને બે જવાન શહીદ થઈ ગયા.
કાશ્મીર અમારું છે, અમારું હતું અને આગળ પણ અમારૂ રહેશે: રાજનાથ સિંહ
કોન્સ્ટેબલ સુદીપ સરકાર શહીદ
કોન્સ્ટેબલ સુદીપ સરકાર માછિલ સેક્ટરમાં ઘુસણખોરોને રોકવામ માટે ચલાવવામા આવેલ એક ઓપરેશનમાં ઘાયલ થઈ ગયા હતા. રવિવારે તેમણે દમ તોડી દીધો. સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઘુસણખોરી કરતા આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો. એક આતંકવાદી ઠાર મરાયો. એક એકે રાઈફલ અને બે બેગ જપ્ત થયાં છે.