For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Article377: પિટીશનરના વકીલઃ ‘ભારતીય સંસ્કૃતિમાં સમલૈંગિકતા નવી નથી'

સમલૈંગિકતાને ગુનો ગણતી આઈપીસીની કલમ 377 ની કાયદેસરતા અંગે સુપ્રિમ કોર્ટમાં સતત ત્રીજા દિવસે પણ સુનાવણી ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

સમલૈંગિકતાને ગુનો ગણતી આઈપીસીની કલમ 377 ની કાયદેસરતા અંગે સુપ્રિમ કોર્ટમાં સતત ત્રીજા દિવસે પણ સુનાવણી ચાલુ છે. કલમ 377 ને રદ કરવાની માંગ અંગે દાખલ કરાયેલ પિટીશનો પર સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેચ સુનાવણી કરી રહી છે. બંધારણીય બેચમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની સાથે જસ્ટીસ આર એફ નરીમન, જસ્ટીસ એ એમ ખાનવિલકર, ડી વાય ચંદ્રચૂડ અને ઈન્દુ મલ્હોત્રા શામેલ છે. ગુરુવારે આ કેસમાં સુનાવણી દરમિયાન પિટીશનરના વકીલ અશોક દેસાઈએ કહ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં સમલૈંગિકતા નવી નથી. વળી, જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યુ કે પરિવાર અને સમાજના દબાણમાં તે (LGBT સમુદાય) ઓપોઝીટ સેક્સ સાથે લગ્ન કરવા મજબૂર થઈ જાય છે જેના કારણે તેમને બાય-સેક્સ્યુઆલિટી અને માનસિક આઘાત પહોંચે છે.

સુપ્રિમ કોર્ટમા ત્રીજા દિવસે સુનાવણી ચાલુ

સુપ્રિમ કોર્ટમા ત્રીજા દિવસે સુનાવણી ચાલુ

બંધારણીય બેચમાં શામેલ જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યુ કે એલજીબીટી સમુદાય તેમની વિરુદ્ધના પૂર્વગ્રહોના કારણે મેડીકલ મદદ લેવા માટે ખચકાય છે. જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે સમાજમાં આ મામલે ઊંડા મૂળ આઘાતજનક છે જે એલજીબીટી સમુદાયને ડરવા માટે મજબૂર કરે છે.

LGBTQ નું અસ્તિત્વ આપણી સંસ્કૃતિનો જ ભાગ

LGBTQ નું અસ્તિત્વ આપણી સંસ્કૃતિનો જ ભાગ

ગુરુવારે સુનાવણી દરમિયાન પિટીશનરોના વકીલ અશોક દેસાઈએ કહ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં સમલૈંગિકતા નવી નથી. LGBTQ નું અસ્તિત્વ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે. ઘણા દેશોએ સમલૈંગિકતા સ્વીકારી લીધી છે. આ કેસમાં વકીલ શ્યામ દિવાને કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે કોર્ટે બંધારણની કલમ 21 હેઠળ રાઈટ ટુ ઈન્ટિમસીને જીવન જીવવાનો અધિકાર ઘોષિત કરી દેવો જોઈએ.

કલમ 377 ની કાયદેસરતા પર સુનાવણી

કલમ 377 ની કાયદેસરતા પર સુનાવણી

કલમ 377 ની કાયદેસરતા અંગે મંગળવારથી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. બુધવારે આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી. સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એફિડેવિટ આપીને કહ્યુ કે કેન્દ્રએ આ મુદ્દાને સુપ્રિમ કોર્ટ પર છોડ્યો છે, કોર્ટ આની કાયદેસરતા પર નિર્ણય આપે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે કલમ 377 પર સુપ્રિમ કોર્ટ પોતાના વિવેકથી ચૂકાદો આપે.

English summary
constitution bench supreme court hearing section 377 matter Latest Updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X