For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે હકીકત, પ્રવાસી મજૂરો પાસેથી રેલ ભાડુ લેવામાં આવ્યુ કે નહિ?

સરકારનુ કહેવુ છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી પ્રવાસી મજૂરો પાસેથી કોઈ રેલ ભાડુ લેવામાં નથી આવી રહ્યુ. જાણો હકીકત..

|
Google Oneindia Gujarati News

સરકારનુ કહેવુ છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી પ્રવાસી મજૂરો પાસેથી કોઈ રેલ ભાડુ લેવામાં નથી આવી રહ્યુ અને 85 ટકા ખર્ચ રેલવે ઉઠાવી રહ્યુ છે અને 15 ટકા સંબંધિત રાજ્ય સરકારોએ ઉઠાવવાનો છે. પરંતુ રિપોર્ટ એવા આવી રહ્યા છે જેમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં સફર કરનાર મજૂરોનુ કહેવુ છે કે લૉકડાઉન છતાં તેમણે જે પણ પૈસા ખિસ્સામાં બચાવીને રાખ્યા હતા તે લગભગ બધા પૈસા રેલ ભાડામાં આપવા પડ્યા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સ્ટેશન સુધી પહોંચવા માટે બેસ્ટની બસોમાં પણ ભાડુ લીધાનો દાવો કરવામાં આવ્યો છે.

મજૂરોના રેલ ભાડાની શું છે હકીકત?

મજૂરોના રેલ ભાડાની શું છે હકીકત?

મંગળવારે લગભગ 1200 પ્રવાસી મજૂર મહારાષ્ટ્રના કલ્યાણથી બિહારના દાનાપુર માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી રવાના થયા હતા. આમાંથી લગભગ 650 મજૂર મુંબઈના શાસ્ત્રીનગર ઝુગ્ગીઓમાં રહે છે. તેમની ઘર વાપસી એટલા માટે સંભવ બની કારણક હાલમાં જ કેન્દ્રએ લૉકડાઉના કારણે આ પ્રવાસી મજૂરોને ગૃહ રાજ્ય પાછા જવાની છૂટ આપી છે. આના માટે ભારતીય રેલવે અલગ અલગ રૂટો પર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહ્યુ છે. રેલવેના એક પ્રવકતાના જણાવ્યા મુજબ, જારી ગાઈડલાઈન્સ હેઠળ મોકલનાર રાજ્ય રેલવેનુ ભાડુ ચૂકવશે. મોકલાર રાજ્ય નક્કી કરશે કે તે આનો ભાર ખુદ ઉઠાવશે કે મુસાફરો પર નાખશે અથવા પરસ્પર નક્કી કરી એ રાજ્યો પાસેથી લે જ્યાંથી ટ્રેન જઈ રહી છે અથવા બીજા ફંડમાંથી લે. આ સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે. રેલ મંત્રાલયના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશનો સુધી લાવવા અને રેલવે સ્ટેશનોથી તેમને જરૂરી તપાસ બાદ તેમની આગળની યાત્રાની વ્યવસ્થા કરવી પણ સંબંધિત રાજ્ય સરકારની જવાબદારી છે.

અમે આપ્યુ રેલ અને બેસ્ટ બસનુ ભાડુ - મજૂર

અમે આપ્યુ રેલ અને બેસ્ટ બસનુ ભાડુ - મજૂર

મુંબઈના શાસ્ત્રીનગરથી જે પ્રવાસી મજૂર દાનાપુર ગયા તેમણે ઈન્ડિયા ટુડેને જણાવ્યુ કે ટિકિટના પૈસા તેમણે પોતાના ખિસ્સામાંથી ભર્યા છે અથવા પોતાના કોઈ સંબંધી કે દોસ્ત પાસેથી લઈને આપ્યા છે. જ્યારે લૉકડાઉનના કારણે તે પાઈ પાઈ માટે લાચાર બની ચૂક્યા છે. આ મજૂરોના જણાવ્યા મુજબ તેમણે કલ્યાણથી દાનાપુર માટે ટ્રેન ટિકિટ માટે 700 રૂપિયા આપ્યા. પટનાના રહેવાસી એક મજૂરે જણાવ્યુ, મારી પાસે માત્ર 1000 રૂપિયા બચ્યા હતા તેમાંથી અડધા તો ટિકિટ પર ખર્ચ થઈ ગયા. મને ખબર નથી કે ઘરે જઈને હું મારા બાળકોને શું ખવડાવીશ. એક મજૂરે જણાવ્યુ કે મારા બધા પૈસા માના ઑપરેશનમાં ખતમ થઈ ગયા અને જ્યારથી લૉકડાઉન શરૂ થયુ છે, મે એક પૈસો કમાયો નથી. મારે મારી માનુ ધ્યાન રાખવાનુ છે, જે મારી પત્ની અને 2 બાળકો સાથે ભાગલપુર છે. જો મારા ભાઈઓએ પૈસા ના આપ્યા હોત તો હું ટ્રેનમાં પણ ચડી શકતો.

શ્રમિક સ્પેશિયલમાં જમવાની પણ વ્યવસ્થા નહિ હોવાનો આરોપ

શ્રમિક સ્પેશિયલમાં જમવાની પણ વ્યવસ્થા નહિ હોવાનો આરોપ

એટલુ જ નહિ શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી બિહાર ગયેલા મજૂરોએ જણાવ્યુ કે આખા રસ્તામાં અમને માત્ર એકવાર જમવાનુ આપવામાં આવ્યુ અને તે પણ બધાને ન મળી શક્યુ. અમારે ટ્રેનના શૌચાલયોમાંથી પાણી પીવુ પડ્યુ. ગયા સોમવારે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે નિયમિત પ્રેસ બ્રીફિંગમાં કહ્યુ હતુ કે ભલે ભારત સરકાર હોય કે રેલવે હોય, અમે મજૂરો પાસેથી પૈસા લેવાની વાત કહી નથી. 85 ટકા ખર્ચ રેલવે ઉઠાવી રહ્યુ છે અને 15 ટકા રાજ્યોને વહન કરવાનુ છે. તમને જણાવી દઈએ કે ગયા શનિવારથી 7 હજારથી વધુ પ્રવાસી મજૂર મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાંથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા ગૃહરાજ્ય જઈ ચૂક્યા છે. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહાર માટે મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ બાદ સર્જાયા કાળજુ કંપાવી દે તેવા ભયાનક દ્રશ્યોઆ પણ વાંચોઃ વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ બાદ સર્જાયા કાળજુ કંપાવી દે તેવા ભયાનક દ્રશ્યો

English summary
Contrary to the government's claim, the rail fare charged from migrant laborers from Maharashtra to Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X